ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે ફગાવી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભલે મોટા ઉપાડે ગઠબંધનની જાહેરાત કરી પરંતુ કોંગ્રેસે આ વાતથી કિનારો કરી લીધો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સ્પષ્ટતા કરી કે- કોઈ પ્રકારનું ગઠબંધન થયું નથી.
ગઠબંધનની સત્તા પ્રદેશ કક્ષાએ કોઈની પાસે નથી. આવા ર્નિણયો રાષ્ટ્રીય કક્ષાએથી જ થાય છે અને રાષ્ટ્રીય કક્ષાએથી હજુ સુધી એવી કોઈ સૂચના નથી. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડવા જઈ રહ્યા છે પરંતુ આ વાતને કોંગ્રેસે નકારી કાઢી છે અને કસમયનું નિવેદન ગણાવ્યું છે. મનિષ દોશીએ કહ્યું કે આવા નિવેદનોથી દૂર રહેવું જાેઈએ. બીજી તરફ ભાજપ નેતા રજની પટેલે પણ પ્રહાર કર્યા અને કહ્યું કે આવી પાર્ટી લોકો પર કોઇ અસર નહીં કરી શકે. આગામી ત્રીજી ઇનિંગ પણ ભાજપ જ જીતશે.