ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, ૨૦૨૩માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.જૂન ૨૦૨૩માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૨૨૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૫૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૨.૯૭ની ટકાવારી સુચવે છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ ૪૦ વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૧ વિદ્યાર્થિઓ પાસ થયા છે. જે ૨૭.૫૦ ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૧,૦૩,૫૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૫,૮૬૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૪.૯૮ની ટકાવારી સુચવે છે.ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સીએ સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, ડિસેમ્બર ૨૦૨૨માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૩૬૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૩૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૩૭.૯૦ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૧,૨૬,૦૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૬૮૬૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૨૯.૨૫ની ટકાવારી સુચવે છે.જુલાઈ ૨૦૨૨માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૨૩૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૨૯.૮૩ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૯૩૭૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૩૬૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૨૫.૨૮ની ટકાવારી સુચવે છે.