સતત તેજી બાદ આજે શેર માર્કેટમાં મંદીની અસર જાેવા મળી, મંગળવારે સવારે મંદી સાથે ખુલેલું માર્કેટ મંદી સાથે બંધ રહ્યું હતુ. આજે કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સમાં ઘટાડો જાેવા મળ્યો હતો, આજે સેન્સેક્સ ૦.૧૬ ટકા માઇનસ સાથે ૧૦૬.૯૮ ટકા ઘટાડા સાથે ૬૫,૮૪૬.૫૦ સાથે બંધ રહ્યો હતો. જાેકે, એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ પણ નીચો રહ્યો હતો, આજે કારોબારના અંતે નિફ્ટીમાં માઇનસ ૦.૧૩ ટકા સાથે ૨૫.૯૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો અને નિફ્ટી દિવસના અંતે ૧૯,૫૭૧.૩૫ના કારોબાર સાથે બંધ રહ્યું હતું. આજે ઓવરઓલ માર્કેટમાં મંદીની અસર જાેવા મળી હતી. શેર માર્કેટમાં આજે મંદીનો માહોલ જાેવા મળ્યો હતો, બન્ને ઇન્ડેક્સમાં ઘટાડો દેખાયો હતો. બે દિવસની સતત તેજી બાદ આજે માર્કેટમાં કન્સૉલિડેશનનો મૂડ રહ્યો. નિફ્ટી ૧૯૬૦૦ની નજીર કારોબાર કરી રહ્યો છે, સેન્સેક્સ પણ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે, પરંતુ મીડકેપ ઇન્ડેક્સ ચતુર્થ ટકાવારીની ઉપર આવી રહ્યો છે.
એસબીઆઇ, કોટકની આગેવાનીમાં બેન્કો નિફ્ટીમાં પણ રિક્વરી જાેવા મળી, જાેકે, આ બધાની વચ્ચે ફાર્મા શેરોમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો. નિફ્ટીમાં ફાર્મા ઇન્ડેક્સ સતત ચોથા દિવસે પણ ઉપર કારોબાર કરતો દેખાયો હતો. મંગળવારનું ટ્રેડિંગ સત્ર શેરબજાર માટે નિરાશાજનક સાબિત થયું છે. બજાર રેડ સાઇનમાં બંધ રહ્યું. જાેકે આ ઘટાડો નજીવો છે. એફએમસીજી, મેટલ્સ સેક્ટરના શેરમાં ઘટાડાને કારણે બજારમાં આ ઘટાડો જાેવા મળ્યો છે. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫,૮૨૬ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૫૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મીડિયા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં તેજી જાેવા મળી છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ઈન્ફ્રાસ કોમૉડિટી, મેટલ્સ, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને નાના શેરોમાં ફરી ખરીદી જાેવા મળી હતી. શેરબજારમાં ઘટાડા છતાં રોકાણકારોની સંપત્તિમાં નજીવો વધારો થયો છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૦૫.૩૯ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં ૩૦૫.૩૫ લાખ કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે.
આજના વેપારમાં ટેક મહિન્દ્રા ૧.૮૨ ટકા, વિપ્રો ૧.૩૪ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૯૮ ટકા, એસબીઆઇ ૦.૮૯ ટકા, એક્સિસ બેન્ક ૦.૫૮ ટકા, બજાજ ફિનસર્વ ૦.૫૬ ટકા, ટાઇટન કંપની ૦.૫૫ ટકા, આઇસીઆઇ બેન્ક ૦.૫૫ ટકાના વધારા સાથે બંધ છે. ૦.૪૯ ટકા. જ્યારે પાવર ગ્રીડ ૨.૬૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૮ ટકા, જેએસડબલ્યુ ૧.૪૮ ટકા, એચસીએલ ટેક ૦.૮૮ ટકા ઘટીને બંધ થયા હતા.