મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર ૨૯ વર્ષીય મહિલા યાત્રીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાં એક શખ્સે પૂણેથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાંથી મહિલાને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના ૦૬ ઓગષ્ટના રોજ રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગ્યે બની હતી. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.પૂણેથી મુંબઈ આવી રહેલી ઉદ્યાન એક્સપ્રેસના લેડીઝ કોચમાં એક વ્યક્તિએ દાદર રેલવે સ્ટેશન પર મહિલાને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. સદનસીબે મહિલા બચી ગઈ હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, એક વ્યક્તિએ તેના પર હુમલો કર્યો અને જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગત રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે બની હતી.મહિલાએ પોલીસને આગળ જણાવ્યું કે, ટ્રેન જ્યારે દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી તો મહિલા કોચની બધી મહિલાઓ ઉતરી ગઈ.
મહિલા તે કોચમાં એકલી બચી હતી જેને જાેઈને આરોપી તે કોચમાં ચઢી ગયો. જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. સદભાગ્યે જ્યારે તેને ટ્રેનમાંથી ફેંકવામાં આવી ત્યાં સુધીમાં ટ્રેને પ્લેટફોર્મ પાર નહોતો કર્યો અને તે પ્લેટફોર્મ પર પડી અને ઘાયલ થઈને બેહોશ થઈ ગઈ. પોલીસે આરોપીની છત્રપતિ શિવાજી ટર્મિનલથી ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધસ કેસ દાખલ કરી દીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે, આરોપી શરાબના નશામાં હતો અને જ્યારે મહિલાએ મહિલા કમ્પાર્ટમેન્ટમાં ચઢવાનો વિરોધ કર્યો તો આરોપીએ મહિલાને ટ્રેનમાંથી ધકેલી દીધી. આ મામલે દાદર જીઆરપીએ આરોપી વિરુદ્ધ આઈપીએસની કલમ ૩૦૭, ૩૯૪, ૩૫૪, ૧૫૦ (૧)(ઈ), ૧૫૩, ૧૩૭, ૧૪૭, ૧૬૨ હેઠળ કેસ દાખલ કરી લીધો છે.