Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»વન-ડે વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન માટે ખરાબ સમાચાર પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા ર્નિણય
    Cricket

    વન-ડે વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન માટે ખરાબ સમાચાર પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા ર્નિણય

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આઈસીસીવનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ આઈસીસીટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન માટે ૧૯ ટેસ્ટ, ૩૮ વનડે અને ૨૪ટી૨૦ ઈન્ટરનેશનલ રમનાર બેટ્‌સમેન ફવાદ આલમે દેશ છોડવાનો ર્નિણય લીધો છે. હવે તે અમેરિકામાં રમતા જાેવા મળશે. ૩૭ વર્ષીય ફવાદ આલમે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ પહેલા ૯ વધુ ખેલાડીઓ દેશ છોડીને અમેરિકા ચાલ્યા ગયા છે. કેટલાક ખેલાડીઓ તાજેતરમાં ટી૨૦ લીગ મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનમાં રમતા જાેવા મળ્યા હતા.ફવાદ આલમ વર્ષ ૨૦૦૯માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમનો ભાગ હતો.

    જાે કે ડિસેમ્બર ૨૦૧૦થી તેને ટીમ માટે ટી૨૦ રમવાની તક મળી નથી. તેણે પાકિસ્તાન માટે છેલ્લી મેચ જુલાઈ ૨૦૨૨માં રમી હતી. અગાઉ શમી અસલમ, હમ્માદ આઝમ, સૈફ બદર, એહસાન આદિલ, રમીઝ રાજા જુનિયર, સાદ અલી,મુખ્તાર અહેમદ, નૌમાન અનવર અને મોહમ્મદ મોહસીન પણ ઘરેલું ક્રિકેટ છોડીને અમેરિકામાં સ્થાયી થયા છે. ભારતના કેપ્ટન તરીકે અંડર-૧૯ વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ઉન્મુક્ત ચંદ પણ નિવૃત્તિ લઈ અમેરિકા ચાલ્યા ગયા છે.

    ફવાદ આલમ હવે અમેરિકામાં માઇનોર લીગ ટી૨૦ ક્રિકેટમાં શિકાગો કિંગ્સમેન માટે ઘરેલું ખેલાડી તરીકે રમશે. ફવાદે ૧૨૦ટી૨૦ મેચમાં ૩૧ની એવરેજથી ૨૨૫૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૩ ફિફ્ટી પણ ફટકારી છે અને તેનો બેસ્ટ ૭૦ રન છે. સ્પિનર તરીકે ફવાદ આલમે ટી૨૦માં ૪૯ વિકેટ લીધી છે. આવતા વર્ષે અમેરિકામાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. અમેરિકામાં ક્રિકેટના વધતા ક્રેઝને કારણે દુનિયાભરના ખેલાડીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તેમાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ સામેલ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ravindra Jadeja: જાડેજાના રિટાયરમેન્ટના સંકેત? બ્રેડ હેડિનનું નિવેદન ઘરમાં ચર્ચાનો વિષય બન્યું

    June 28, 2025

    Lhuan Dre Pretorius: લુઆન ડ્રી પ્રિટોરિયસે તોડ્યાં બે વિશાળ રેકોર્ડ, 153 રન સાથે ચમક્યો

    June 28, 2025

    IPL 2025: વરસાદના કારણે મેચ રદ થશે, તો ટાઈટલ માટે આ ટીમ થશે વિજેતા!

    June 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.