બોલિવૂડનાં એક સ્ટારની પત્નીનું જીવન SDM જ્યોતિ મૌર્યની કહાનીથી બિલકુલ વિરુદ્ધ છે. અભિનેતાના સંઘર્ષના દિવસોમાં તેની પત્ની ઢાલ બનીને એવી રીતે ઉભી રહી કે તેને ક્યારેય મુશ્કેલીઓનો અહેસાસ જ ન થયો અને સંઘર્ષના ૮ વર્ષ ખૂબ જ મજામાં વિતાવ્યા એમ કહી શકાય. પંકજ ત્રિપાઠી આજે જે સફળતામાં છે, તેમાં તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનો બહુ મોટો ફાળો છે. આ વાતનો ખુલાસો ખુદ પંકજ ત્રિપાઠીએ ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને કર્યો હતો. કૌન બનેગા કરોડપતિ ૧૩’ના એક એપિસોડમાં પંકજ ત્રિપાઠીએ અમિતાભ બચ્ચનને કહ્યું હતું, ‘હું ૨૦૦૪માં મુંબઈ આવ્યો હતો અને ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ ફિલ્મ ૨૦૧૨મા આવી હતી. આ દરમિયાન, તે ૮ વર્ષમાં હું શું કરી રહ્યો હતો, કોઈને ખબર નહોતી. હવે જ્યારે લોકો મને પૂછે છે કે તમારા સંઘર્ષના દિવસો કેવા રહ્યા તો મને લાગે છે કે તે મારા સંઘર્ષના દિવસો હતા.
પંકજ ત્રિપાઠી આગળ કહે છે, ‘તે સમયે ખબર નહોતી કે તે મારા મુશ્કેલ દિવસો હતા. મને તેનો ખ્યાલ પણ ન હતો કારણ કે મારી પત્ની બાળકોને ભણાવતી હતી. તે શિક્ષિકા હતી. અમારી જરૂરિયાતો મર્યાદિત હતી. અમે નાના ઘરમાં રહેતા હતા. તે કમાતી હતી, તેથી અમે સરળતાથી જીવી શકતા હતા. અંતે પંકજ ત્રિપાઠીએ તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનો આભાર માન્યો અને કહ્યું હતું કે, ‘તેના કારણે મારા સંઘર્ષમાં અંધેરી સ્ટેશન પર સુવાનો વારો આવ્યો નથી લખાયું ન હતું.’ જણાવી દઈએ કે પંકજે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ‘રન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવી, પરંતુ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી લોકો તેને ગંભીરતાથી લેવા લાગ્યા. પંકજ ત્રિપાઠીએ ‘ઓમકારા’, ‘દબંગ ૨’, ‘ફુકરે’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘બરેલી કી બરફી’, ‘ન્યૂટન’, ‘સ્ત્રી’, ‘લુડો’, ‘મિમી’ અને ‘ગુંજન સક્સેના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘.વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ અને ‘ક્રિમિનલ જસ્ટિસ’માં તેના શાનદાર અભિનય માટે લોકો તેને આજે પણ યાદ કરે છે.
પંકજ ત્રિપાઠી બિહારના એક અંતરિયાળ ગામમાં મોટા થયા હતા. તેના ઘરમાં ટીવી પણ નહોતું, પરંતુ આજે તે બોલિવૂડનો સ્ટાર અભિનેતા છે, તેમ છતાં તે સામાન્ય જીવન જીવી રહ્યો છે. અભિનેતાએ એકવાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું માનું છું કે ખુશ રહેવા માટે કે આરામદાયક જીવન જીવવા માટે તમારે વધારે પૈસાની જરૂર નથી. મારી પાસે જે વસ્તુઓ છે તેનાથી હું ખુશ છું. ૪૬ વર્ષીય પંકજ ત્રિપાઠી હવે ૭ ફિલ્મો અને વેબ સિરીઝમાં જાેવા મળશે, જેમાં ‘ગુલકંદ ટેલ્સ’, ‘મિર્ઝાપુર ૩’, ‘ઓહ માય ગોડ ૨’, ‘ફુકરે ૩’, ‘મર્ડર મુબારક’, ‘કડક સિંહ’ અને ‘આજકાલ મેટ્રો’. તેમણે ‘મૈં હું અટલ’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં ‘સ્ત્રી ૨’નું શૂટિંગ શરૂ કરશે.