પત્ની સાથે રકઝક કરવાથી લગભગ મોટા ભાગના પતિઓ દૂર ભાગતા હોય છે. કોઈ પણ પતિ એવો નથી ઈચ્છતો કે તેની પત્ની તેની કોઈ પણ વાત પર ગુસ્સો કર અને તેનો મૂડ ખરાબ કરે. પતિ-પત્ની વચ્ચેની લડાઈ અને રકઝક તો સામાન્ય બાબત છે. કદાચ ભાગ્યે જ કોઈ એવું કપલ હશે, જેમાં ક્યારેય લડાઈ કે રકઝક ન થઈ હોય છે. જાે કે, ફ્લાઈટમાં જાે આવું થાય તો, પતિ શું કરે. આવો જ એક કિસ્સો તાજેતરમાં જાેવા મળ્યો છે. આ વીડિયો જાેયા બાદ લોકો પણ વિચારે છે કે, આવું કોણ કરે? એક કપલ ફ્લાઈટમાં લડવા લાગ્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક કપલ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. આ દરમ્યાન પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ રહી છે. આ દલીલ એટલી વધી જાય છે કે પત્ની પત્નીને થપ્પડ મારવા માટે હાથ ઉપાડે છે. જાે કે, મારી શકતી નથી. આ વાતથી ગુસ્સે ભરાયેલો પતિ તરત બૂમ પાડીને એરહોસ્ટેસની મદદ માગે છે અને કહે છે કે, મારી પત્ની ઝઘડો કરી રહી છે.
બચાવી લો મને પ્લીઝ.. આ દરમ્યાન ફ્લાઈટમાં બેઠેલા લોકો ચોંકી જાય છે અને હસવા લાગે છે. અમુક યાત્રીઓ તો જાેર જાેરથી હસવા લાગે છે. પતિ દ્વારા બૂમો પાડીને એરહોસ્ટેસ પાસેથી મદદ માગ્યા બાદ પત્ની પણ પોતાના હાથમાં મોં છુપાવી લે છે. પતિની આ હરકતથી તે નારાજ થઈ જાય છે અને ફરી પાછી થપ્પડ મારવા માટે હાથ ઉપાડે છે. ફ્લાઈટમાં બેઠેલા તમામ યાત્રિઓનું ધ્યાન આ કપલ પર જાય છે. દરેક લોકો ફરીને તેમના તરફ જાેઈ રહ્યા છે. આ સમયે ફ્લાઈટમાં બેઠેલા કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો.