જય ભાનુશાળી અને માહી વિજ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. ફેન્સને તેમની જાેડી ખૂબ પસંદ છે. સોશિયલ મીડિયા પર તેઓ જે કન્ટેન્ટ પોસ્ટ કરતાં રહે છે તે પણ લોકોને ઘણું ગમે છે. જય ભાનુશાળી હાલ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની ત્રીજી સીઝન હોસ્ટ કરતો જાેવા મળે છે. આ શોના મંચ પર તેણે ખુલાસો કર્યો હતો કે, આમંત્રણ આપવા છતાં તેના લગ્નમાં કોઈએ હાજરી નહોતી આપી. જય ભાનુશાળીએ શોમાં ખુલાસો કર્યો કે તેની પબ્લિક ઈમેજના લીધે માહી સાથેના તેના લગ્નમાં લોકોની ગેરહાજરી વર્તાઈ હતી. તેણે કહ્યું, “૩૧ ડિસેમ્બરે મેં માહીને પ્રપોઝ કરી અને ૨૦૧૧માં અમે લગ્ન કરી લીધા. મેં બધાને આમંત્રણ આપ્યું હતું પરંતુ લોકોને લાગતું હતું કે હું છોકરીબાજ છું. એટલે જ કોઈ મારા લગ્નમાં ના આવ્યું. પોતાની લવ સ્ટોરી જણાવતાં જયે જજિસને કહ્યું હતું, “એક ક્લબમાં મારી મુલાકાત માહી સાથે થઈ હતી અને ત્રણ મહિનામાં જ મને અહેસાસ થયો કે આ જ છોકરી છે જેની સાથે હું મારી આખી જિંદગી કાઢવા માગુ છું.
મેં એક નિયમ બનાવ્યો હતો કે, જ્યારે પણ હું કોઈની સાથે રિલેશનશીપ ત્યારે જ શરૂ કરીશ જ્યારે મને લાગે કે મારે તેની સાથે લગ્ન કરીને ઠરીઠામ થવું છે. ત્રણ મહિનામાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું માહી સાથે લગ્ન કરીશ. જણાવી દઈએ કે, જય ભાનુશાળી અને માહી વિજે ૧૧ નવેમ્બર ૨૦૧૧ના રોજ લગ્ન કર્યા હતા. ૨૦૧૭માં કપલે ખુશી અને રાજવીર નામના બે બાળકો દત્તક લીધા હતા. ૨૦૧૯માં કપલની દીકરી તારાનો જન્મ થયો હતો. માહીની પ્રેગ્નેન્સી આઈવીએફ થકી રહી હતી. માહીએ થોડા દિવસ પહેલા જ ખુલાસો કર્યો હતો કે, તે ટિ્વન્સની મા બનવાની હતી પરંતુ તેનું બીજું બાળક બચી ના શક્યું.