Stock Market Opening: BSE સેન્સેક્સ 80,563.42 ના સ્તરે ખુલ્યો અને 185.29 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. આજના કારોબારમાં આઈટી શેર ફરી વધ્યા છે.
Stock Market Opening: આજે શેરબજારમાં BSE સેન્સેક્સ પ્રથમ 15 મિનિટમાં 375.19 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 80,002.94 પર આવી ગયો હતો. NSE નો નિફ્ટી 51.55 પોઈન્ટ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 24,432.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
આજના કારોબારમાં BSE સેન્સેક્સ 80,563.42 ના સ્તરે ખુલ્યો અને 185.29 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. ગઈકાલના કારોબારમાં સેન્સેક્સ 80,378.13 ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે NSEનો નિફ્ટી આજે 5.55 પોઈન્ટના નજીવા વધારા સાથે 24,489.60 ના સ્તર પર ખુલ્યો હતો.
બેન્ક નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી
બેંક નિફ્ટી આજે શરૂઆતમાં 93.25 પોઈન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 52224.15 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજાર ખૂલ્યાની 10 મિનિટ બાદ બેન્ક નિફ્ટી 104.60 પોઈન્ટ ઘટીને 52,212ના સ્તરે પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 5 શેરમાં તેજી જોવા મળી રહી છે અને 7 શેર નબળાઈના લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.