વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટામેટા ભરેલા ટેમ્પો સાથે અન્ય ૨ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટામેટા વેરાઈ ગયા હતા. ચાર વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાની નહીં થઈ ન હતી, પરંતુ લાંબા સમય સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો એક તરફના વાહન વ્યવહારને અસર થઈ હતી. બનાવની વિગત મુજબ, બેંગલોરથી ટામેટા ભરી અને એક ટેમ્પો ભરૂચ જઈ રહ્યો હતો, જે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ સુગર ફેક્ટરીના પુલ પર પહોંચતા જ પુલ પર પડેલા એક મોટા ખાડાને કારણે ટેમ્પોચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અન્ય ચોકલેટ ભરીને આવતા અન્ય એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેના લીધે અન્ય એક ટ્રક અને કાર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા.
ટ્રકમાં ચોકલેટ ભરેલી હતી. આથી ટામેટા અને ચોકલેટ ભરેલા બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા વાહનો પલટી મારી જતા ટામેટાનો જથ્થો હાઈવે પર ફંગોળાયો હતો. બનાવને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વાહન વ્યવહાર યથાવત કરવા પ્રયાસ કર્યા હતા. જાેકે, અહીં મોંઘા ભાવના ટામેટા ભરેલો ટ્રક બેંગ્લોરથી ભરૂચ જઈ રહ્યો હતો ત્યારે વલસાડ પહોંચતા હાઇવે પર પડેલા ખાડાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.