છેલ્લા એક વર્ષમાં હોમ લોન સહિત તમામ પ્રકારના વ્યાજના દર એટલા બધા વધી ગયા છે કે ઘણા લોકો જરૂરી ખરીદીને મોકુફ રાખી રહ્યા છે. ખાસ કરીને હોમ લોનના વ્યાજદરમાં થયેલા ઉછાળા પછી બજેટ હોમ ખરીદનારાઓ અત્યારે ખચકાય છે અને મકાનની ખરીદી ટાળી રહ્યા છે. તેના કારણે એફોર્ડેબલ સેગમેન્ટને અસર પડી છે. દેશમાં ૫૦ લાખથી ઓછા ભાવના મકાનોના માર્કેટને સૌથી વધુ અસર થઈ છે. વ્યાજના દર વધવાના કારણે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને વધારે અસર થઈ છે. સ્થિતિ એવી છે કે મુદલ કરતા પણ વ્યાજની રકમ વધી જાય છે. તેના કારણે ઝ્રઇઈડ્ઢછૈંએ માંગણી કરી છે કે ૭૫ લાખથી ઓછી કિંમતના ઘર ખરીદનારા લોકોને સરકાર દ્વારા વિશેષ રાહત આપવી જાેઈએ. લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે ૩૦ લાખ સુધીની હોમ લોન માટે વ્યાજનો દર ૨૦૨૧માં ૬.૭ ટકા ચાલતો હતો જે હવે વધીને ૯.૧૫ ટકા થયો છે. તેના કારણે ખરીદદારોએ વધારે ઉંચો ઈસ્ૈં ચૂકવવાનો આવે છે. છેલ્લા બે વર્ષમાં ઈસ્ૈંની રકમ લગભગ ૨૦ ટકા વધી ગઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જુલાઈ ૨૦૨૧માં ૩૦ લાખની હોમ લોન માટે ૨૨,૭૦૦ રૂપિયાનો માસિક હપતો આવતો હતો જે હવે ૪૬૦૦ રૂપિયા સુધી વધીને રૂ. ૨૭,૩૦૦ થયો છે. એટલે કે માસિક હપતામાં ૨૦ ટકાનો વધારો થયો છે. એકંદરે સરવાળો માંડવામાં આવે તો આખી લોન ભરાઈ જાય ત્યાં સુધીમાં વ્યાજ તરીકે ૧૧ લાખ રૂપિયા વધારે ચુકવવા પડે તેમ છે. અગાઉ જે લોનમાં વ્યાજનો હિસ્સો ૨૪.૫ લાખ હતો તે હવે વધીને ૩૫.૫ લાખ રૂપિયા થઈ ગયો છે. એટલે કે ૨૦ વર્ષ સુધી લોન ભરવામાં આવે તો કુલ વ્યાજની રકમ મુદલ કરતા પણ વધી જાય છે. ક્રેડાઈના પ્રેસિડન્ટ તેજસ જાેશીએ જણાવ્યું કે, વ્યાજના દરમાં વધારો થવાના કારણે છેલ્લા એક વર્ષમાં એફોર્ડેબલ હાઉસિંગની ડિમાન્ડને અસર થઈ છે.
આ સેગમેન્ટ એવું છે જે વ્યાજદરમાં વધારા અંગે બહુ સેન્સિટિવ છે. અગાઉ જ્યારે હોમ લોન પર વ્યાજના દર નીચા હતા ત્યારે આ સેગમેન્ટમાં ખરીદદારોના મોટા વર્ગને તેનું આકર્ષણ થતું હતું. પરંતુ એક પછી એક વ્યાજદરમાં વધારાના કારણે તેઓ ર્નિણય લેવાનું ટાળી રહ્યા છે. મિડ અને પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટમાં ડિમાન્ડ મજબૂત છે. પરંતુ એફોર્ડેબલ હાઉસિંગમાં નવા લોન્ચની સંખ્યા ઘટી છે અને વેચાણને પણ અસર થઈ છે, કારણ કે તેમાં ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન ૮૦ ૈંમ્નો લાભ પણ નથી મળતો. અમારી માંગણી છે કે સરકાર ૭૫ લાખ સુધીની કિંમતના મકાનોને રાહત આપીને ગ્રાહકોને દિવાળી ગિફ્ટ આપે. તાજેતરમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના અહેવાલ અનુસાર દેશમાં એફોર્ડેબલ હાઉસિંગના વેચાણને ફટકો પડ્યો છે. મિડ અને પ્રીમિયમ કેટેગરીના મકાનોનો બજાર હિસ્સો વધતો જાય છે. પરંતુ ૫૦ લાખથી ઓછી કિંમતના મકાનોનો હિસ્સો ઘટતો જાય છે. ૨૦૧૮ના પ્રથમ હાફમાં કુલ વેચાણમાં આવા મકાનોનો હિસ્સો ૭૬ ટકા હતો જે ૨૦૨૩ના પ્રથમ હાફમાં ઘટીને ૫૪ ટકા થયો હતો.