બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયાના થોડા જ સમય બાદ આઈપીએલના પૂર્વ ચેરમને લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેમણે ગત વર્ષના જુલાઈમાં વેકેશન દરમિયાનની બંનેની કેટલીક તસવીરો શેર કરી હતી, આ સાથે તેમણે તેને પોતાની ‘બેટરહાફ’ ગણાવી હતી. આ કારણથી એક્ટ્રેસ ખૂબ જ ટ્રોલ થઈ હતી અને લોકોએ તેને ‘લાલચું’ કહી હતી. જાે કે, તે હંમેશાની જેમ શાંત રહી હતી અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપવાનું પસંદ કર્યું હતું. હાલમાં પોતાની ફિલ્મ ‘તાલિ’ને પ્રમોટ કરવા દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં ‘ગોલ્ડ ડિવર’ કહેવા અંગે વાત કરી હતી. આ સાથે તેણે તે હાલ સિંગલ હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. ઈન્ટરવ્યૂમાં સુષ્મિતા સેને કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે સારું છે કે તે ટિપ્પણીઓ મારી પાસે આવી અને હું ‘ગોલ્ડ ડિગર’ને વ્યાખ્યાયિત કરી શકી. જ્યારે તમે મેળવો છો ત્યારે અપમાન એ અપમાન હોય છે. મને તે મળ્યું નથી. કેટલીક એવી બાબતો છે જેના વિશે દખલગીરી કરવાની કોઈને જરૂર નથી. મારે તે કહેવાની જરૂર નથી કે કોઈ તેમાં માથુ મારવાની જરૂર નથી. મને તે શબ્દો ગમે છે. તે કૂલ છે. તમારી જાણ માટે કહી દઉ કે, હું સિંગલ છું અને તે પણ તમારો દ્ગર્રૂંમ્ (નન ઓફ યોર બિઝનેસ) છે. સિંગલ રહીને સારું લાગે છે. આગળ તેણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં મેં એક લાંબી કોમેન્ટ કરી ત્યારે મારી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો આવ્યા હતા અને કહ્યું હતું કે,
‘અમે ક્યારેય વિચાર્યું નહોતું કે સુષ્મિતા સેન જવાબ આપશે. તેને જવાબ આપવાની જરૂર પણ નહોતી’. જવાબ આપવો કે ન આપવો તે મારું કામ છે. જાે મારે જવાબ આપવો હોય તો આપું અને ન આપવો હોય તો ન આપું. સમસ્યા સોશિયલ મીડિયાના દિવસોમાં છે. મારો ઉછેર આ રીતે નથી થયો. મને તે વાત સમજવામાં સમય લાગે છે અને જ્યારે હું તૈયાર હોવ ત્યારે જ પ્રતિક્રિયા આપું છું. જણાવી દઈએ કે, ૧૪ જુલાઈ ૨૦૨૨ના રોજ લલિત મોદીએ પોતાના ટિ્વટર પર સુષ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાંથી કેટલીક જૂની તો કેટલીક તેમના વેકેશનની હતી. જેમાં તેમણે લખ્યું હતું ‘પરિવાર સાથે હાલમાં જ ગ્લોબલ ટુર કરીને લંડન આવ્યો છું, મારી બેટર હાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કરવાનું નહીં ભૂલું. આખરે નવી શરૂઆત, નવું જીવન. હાલ ચંદ્ર પર છું’. લોકોએ બેટર હાફ શબ્દ પકડી પાડ્યો હતો અને બંનેએ લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૂ કરી હતી. આ જાેઈ લલિતે નવી ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘માત્ર સ્પષ્ટતા માટે… અમે લગ્ન નથી કર્યા. માત્ર એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. તે પણ એક દિવસ થઈ જશે’. જાે કે, થોડા જ સમયમાં બંનેનું બ્રેકઅપ થયું હોવાના પણ સમાચાર હતા.