રણ જાેહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં નાની પૂ એટલે કે કરીના કપૂરનો બાળપણનો રોલ કરનારી અભિનેત્રી માલવિકા રાજે સગાઈ કરી લીધી છે. માલવિકાએ ૪ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરીને પોતાની સગાઈની જાહેરાત કરી હતી. માલવિકાએ બિઝનેસમેન પ્રણવ બગ્ગા સાથે સગાઈ કરી છે. પ્રણવે માલવિકાની તુર્કીમાં પ્રપોઝ કરી હતી. માલવિકાએ શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે, તેણે અને પ્રણવે વ્હાઈટ રંગના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે. માલવિકાએ સફેદ રંગનું ગાઉનું પહેર્યું છે જ્યારે પ્રણવ કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળે છે. પહેલી તસવીરમાં પ્રણવ માલવિકાના કપાળ પર કિસ કરતો જાેવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તે ઘૂંટણિયે બેસીને માલવિકાને પ્રપોઝ કરે છે. ત્રીજી અને ચોથી તસવીરમાં બંને રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે. બેકડ્રોપમાં હોટ એર બલૂન્સ જાેવા મળી રહ્યા છે અને મેરી મી લખેલું ડેકોરેશન સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. માલવિકાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, અહીંથી આપણે હજી તો શરૂઆત કરી છે અને આટલા બધા સમય બાદ આપણો સમય આવ્યો છે.
આપણો સંબંધ વધુ ને વધુ મજબૂત થઈ રહ્યો છે અને આપણે જ્યાં હોવા જાેઈએ ત્યાં છીએ. ઈંહુંતારીરાહજાેતીહતી ઈંઆઈલવયુ.” માલવિકા અને પ્રણવ કેટલા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેવી વિગતો હજી સુધી સામે આવી નથી. જાેકે, હાલ તો ફેન્સ તેને અભિનંદન પાઠવી રહ્યા છે. માલવિકાએ સોશિયલ મીડિયા પર સગાઈના ન્યૂઝ શેર કરતાં જ તેના ફેન્સ, ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ શુભેચ્છાઓ આપવા માંડ્યા હતા. સૂરજ પંચોલીએ લખ્યું, “ફાઈનલી.” ભાગ્યશ્રીએ લખ્યું, “અભિનંદન.” ભાગ્યશ્રીની દીકરીએ પણ માલવિકાને શુભેચ્છા આપી હતી. આ સિવાય તનિષા મુખર્જી, પ્રતિક બબ્બરે પણ અભિનંદન આપ્યા હતા. માલવિકાએ લગ્ન ક્યારે કરશે તેની વિગતો હજી આપી નથી. જણાવી દઈએ કે, માલવિકા બોબી રાજની દીકરી છે અને પીઢ અભિનેત્રી અનિતા રાજની ભત્રીજી છે.