૨૦ જુલાઈના રોજ ઈશિતા દત્તાના ઘરે દીકરાનો જન્મ થયો હતો. પ્રેગ્નેન્સી દરમિયાન એક્ટ્રેસ ખૂબ જ એક્ટિવ રહી હતી અને સોશિયલ મીડિયા પર એક-એક માહિતી આપતી રહેતી હતી. ડિલિવરી બાદ પણ ફેન્સને કોઈ વાત કહેવાનું ચૂકતી નથી. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દીકરો આવ્યાના ૧૫ દિવસ બાદ હવે તેને ઊંઘની કમી ન લાગી રહી હોવાનું કહ્યું હતું. હવે તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે, જે તેની ડિલિવરી થઈ તે બાદ તરત શૂટ કર્યો હતો. જેમાં તેણે ન્યૂ ડેડ વત્સલ શેઠને ઘસઘસાટ ઉંઘતા દેખાડ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું ‘ડિલિવરી મારી થઈ, બાળકને જન્મ મેં આપ્યો અને થાકી કોણ ગયું છે? પપ્પા શાંતિથી ઊંઘી રહ્યા છે. તેણે મને મદદ કરવી જાેઈએ પરંતુ તે જ સૂઈ ગયો, તે પણ બાળકની બાજુમાં. બાળક પણ થાકી ગયું છે. તેણે એવું શું કર્યું છે કે તે થાકી ગયો? ઈશિતા દત્તાએ કેપ્શનમાં લખ્યું ‘ડિલિવરીના થોડા કલાક બાદનું દ્રશ્ય, સારું તેણે મને મદદ કરી હતી અને તેથી ખૂબ થાકી ગયો હતો અને હું ઊંઘી તેના કરતાં તે વધારે ઊંઘ્યો… હાહાહા. જ્રદૃટ્ઠંજટ્ઠઙ્મજરીંર સમજાવવા માટે કાળજી’. એક્ટ્રેસની ફ્રેન્ડ તન્વી ઠક્કર, જે પણ હાલમાં જ દીકરાની મમ્મી બની છે તેણે કોમેન્ટ કરતાં લખ્યું ‘અહીંયા પણ આવો જ સીન છે’ તો એક્ટ્રેસ નિશિ સિંહે કોમેન્ટ કરી ‘જીજુ તમે કેમ ઊંઘી રહ્યા છો?’ આ સિવાય ચારુ મલિકે મજાક કરતાં અભિનંદન પાઠવ્યા છે.
એક ફેને લખ્યું ‘પિતા આવા જ હોય છે. ખૂબ ઓછી મહિલાઓ નસીબદાર હોય છે જેને પતિ મદદ કરે છે. બાકી બધું કામ આપણે કરીએ અને થાકી એ લોકો જાય છે’, એક યૂઝરે લખ્યું ‘તે માનસિક રીતે થાકી ગયો છે. નવ મહિના પેટમાં બાળકને તમે રાખ્યું પરંતુ આખું જીવન સંભાળવાની જવાબદારી તેની છે. આજે (૫ ઓગસ્ટ) વત્સલ શેઠનો બર્થ ડે છે, ત્યારે ઈશિતા દત્તાએ પરિવારના ત્રણેય સભ્યોની એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે… તું તારી દરેક ભૂમિકામાં શ્રેષ્ઠ રહ્યો છે… તે પછી દીકરો, મિત્ર, ચાચુ, પતિ કે ભાઈ જ કેમ ન હોય. હવે હું તને શ્રેષ્ઠ પિતા બનતા જાેવાની રાહ જાેઈ શકતી નથી. હું જાણું છું કે તું પિતા પણ શ્રેષ્ઠ જ બનીશ. આઈ લવ યુ અને તમે દરેક ખુશીઓ મળે તેવી શુભેચ્છા પાઠવું છું. જણાવી દઈએ કે, ઈશિતા દત્તા અને વત્સલની પહેલી મુલાકાત ૨૦૧૬માં તેમના શો ‘રિશ્તો કા સૌદાગર બાઝીગર’ના સેટ પર થઈ હતી. એક વર્ષના ડેટિંગ બાદ કેમણે નવેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. માર્ચ ૨૦૨૩ના રોજ કપલે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ૨૦ જુલાઈએ દીકરાનો જન્મ થયો હતો.