Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ક્રિકેટમાં પણ કંગાળ પાકિસ્તાન ઈન્ડિયન પ્લેયર્સની તુલનાએ અડધી સેલેરી પણ નથી મળતી
    Cricket

    ક્રિકેટમાં પણ કંગાળ પાકિસ્તાન ઈન્ડિયન પ્લેયર્સની તુલનાએ અડધી સેલેરી પણ નથી મળતી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બીસીસીઆઈ એટલે કે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી અમીર બોર્ડમાંથી એક છે. તે પોતાના ખેલાડીઓ પર જાેરદાર રૂપિયા ખર્ચ કરે છે અને તેમને ટોપ ક્લાસ સુવિધાઓ પુરી પાડે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં આવતા ખેલાડીઓ ઘણા રૂપિયાની કમાણી કરે છે. બીસીસીઆઈના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં ચાર કેટેગરી હોય છે. છ , છ, મ્, ઝ્ર એ પ્રમાણે ખેલાડીઓને સેલેરી આપવામાં આવે છે.
    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાનો ર્નિણય લીધો છે. તે હવે ૪ કેટેગરીમાં પોતાના ખેલાડીઓને ડિવાઈડ કરી દેશે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનને છ કેટેગરીમાં રાખવાનો ર્નિણય લેવાયો છે. તેમની સેલેરી બધાથી વધારે હશે. તેવામાં હવે ભારતના ટોપ કેટેગરી વાળા ખેલાડીઓ અને પાકિસ્તાનના ટોપ કેટેગરી વાળા ખેલાડીઓની સેલેરીમાં કેટલો તફાવત છે એના પર આપણે નજર કરીએ.
    આ કેટેગરીમાં ભારત માટે અત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા છે. વાર્ષિક તેમને ૭ કરોડ રૂપિયાની આવક થાય છે. વળી દર મહિને તેમનો પગાર ૫૮.૩ લાખ રૂપિયા છે. આના સિવાય પ્રતિ દિવસ આ ખેલાડીઓને બીસીસીઆઈ ૧.૯ લાખ રૂપિયા આપે છે.

    મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે છ કેટેગરીમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને રાખ્યા છે. પાકિસ્તાનના એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં છ કેટેગરીવાળા ખેલાડીઓની વાર્ષિક સેલેરી ૧.૫ કરોડ રૂપિયા હશે. પ્રતિ મહિને તે ૧૨.૫ લાખ રૂપિયા કમાણી કરતા હોય છે. આના સિવાય પીસીબી તેમને એક દિવસના ૪૧ હજાર રૂપિયા આપે છે. જાે બંનેની તુલના કરવામાં આવે તો દૂર દૂર સુધી કોઈ છેડો નથી મળતો. બીસીસીઆઈ પાકિસ્તાન બોર્ડ કરતા ઘણું અમીર છે. આના સિવાય નવા કોન્ટ્રાક્ટ અંતર્ગત પાકિસ્તાની પ્લેયર્સની સેલેરીમાં ઘણો વધારો થયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.