અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે પીએમ મોદીએ ૫૦૮ રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે. અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ પર ૨૪ હજાર ૪૭૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ૨૦૨૫ સુધીમાં આ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ ૫૦૮ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થશે. જેમાં ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રેલવે સ્ટેશનો સામેલ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૫૦૮ સ્ટેશનોના પુનઃવિકાસની આધારશીલા મૂકી. આ ૫૦૮ રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસનું કામ આગામી ૩૦ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિક્સિત કરવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજના માટે ૨૪૪૭૦ કરોડ જાેગવાઈ કરવામાં આવી છે. ૫૦૮ સ્ટેશન વિશ્વકક્ષાના બનાવવામાં આવશે.
જેમાંથી ગુજરાતમાં ૨૧ રેલવે સ્ટેશન રી ડેવલપ કરવામાં આવશે. ગુજરાતના ૨૧ રેલવે સ્ટેશન રીડેવલપ કરવા પાછળ ૮૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં શોપિંગ ઝોન,ફૂડ કોર્ટ, કીડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે.અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવશે. તમામ સ્ટેશન ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ અને એસકેલેટર તૈયાર કરવામાં આવશે.
ગુજરાતના આ સ્ટેશનોનો થશે કાયાકલ્પ અસારવા, હિંમતનગર, સંજાણ, ભચાઉ, કલોલ, સાવરકુંડલા, ભક્તિનગર, કેશોદ, સુરેન્દ્રનગર, ભરૂચ, વિરમગામ, મિયાગામ, કરજણ, બોટાદ, ડભોઇ, ન્યુ ભુજ, વિશ્વામિત્રી, પાલનપુર, દેરોલ, પાટણ, ધાંગધ્રાં, પ્રતાપનગર. અત્રે જણાવવાનું કે આ યોજનાનું નામ અમૃત ભારત સ્ટેશન યોજના છે. જે હેઠળ ભારતના લગભગ ૧૩૦૦ પ્રમુખ રેલવે સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સિત કરાશે. આજે ૫૦૮ અમૃત ભારત સ્ટેશનનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. યુપી, રાજસ્થાનના ૫૫ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે. જ્યારે ગુજરાતના પણ કેટલાક રેલવે સ્ટેશનો સામેલ છે. આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધી છે.
પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે દેશ કે ભારત તેના અમૃતકાળમાં નવા સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. આજે ભારતીય રેલ્વેના અધ્યાયમાં નવું ઇતિહાસ રચાઇ રહ્યું છે. આજે ૫૦૮ અમૃત ભારત સ્ટેશનના નવ નિર્માણ થઇ રહ્યું છે, જેના પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. જેનો લાભ દેશના લગભગ તમામ રાજ્યોને મળશે.