અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાના બોઈલા ગામે યુવકની હત્યા મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી જે પ્રેસનોટ આપવામાં આવી એમાં એમણે એવું લખ્યું છે કે અમરેલીનાં સાવરકુંડલાનાં બોઈલા ગામે જે અરવિંદભાઈ પરમારનું મૃત્યું થયું. અને એમની લાશ જ્યારે મળી ત્યારે પરિવારજનોની ઈચ્છા ન હતી. કોઈ પણ સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ સમજે છે અને જાણે છે કે સી.આર.પી.સી. કલમ ૧૭૪, ૧૭૫ હેઠળ આવી રીતે રહસ્યમય સંજાેગોમાં કોઈનું મૃત્યું થયું હોય કે લાશ મળી હોય. તે ફરજીયાત છે પોલીસનાં પક્ષે કે તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે અનુસુચિત જાતિ સમાજમાં પણ અગ્નિ સંસ્કારની જુદી જુદી વિધિમાં દફનાવવાની પણ એક રીત છે. અને એનાં કારણે અમારી પ્રેસ કોન્ફરન્સ બાદ એનાં એ જ દિવસે અરવિંદભાઈનાં મૃતદેહને બહાર કાઢી તેનું પીએમ કર્યું.
એનો મતલબ એમ કે સરકાર અને પોલીસ તંત્રએ એક પ્રકારે પોતાની ભૂલ કબુલેલી છે. અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. તેમજ મૃતકનું પીએમ પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવ્યું હતું.
યુવકનાં મૃત્યું બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક જણાવી રહ્યો છે કે મેં એસપી સાહેબ સાથે વાત કરેલી છે ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા મારૂ મર્ડર થાય તેમ છે. તેમજ રેકોર્ડીંગ તેમજ ઓડિયો મારી પાસે છે. ત્યારે નનકુભાઈ દરબાર તેમજ અન્ય જ્ઞાતિનાં લોકો પણ છે તે તમામ લોકોની અરજી મેં આપેલી છે. તેમજ તેની ટપાલો પણ મારા ઘરે આવેલી છે. તેમજ મેં આઠ જીલ્લાની પોલીસને જાણ કરી છે. ત્યારે કોઈ પણ મારૂ મર્ડર કરે તો સૌથી પહેલા નનકુભા દરબારને પકડવાનો. મારૂ મર્ડર થાય તેની જવાબદારી નનકુભાની છે. પણ મારૂ મર્ડર કરવું હોય તો વાહેથી વાર ન કરતા. અમે પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કંઈ ફરક નહી પડે.