Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી અનેક વખત પદ છોડવાનું વિચારું છું, સીએમ પદ મને છોડતું નથીઃ ગેહલોત
    Politics

    રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી અનેક વખત પદ છોડવાનું વિચારું છું, સીએમ પદ મને છોડતું નથીઃ ગેહલોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમણે મુખ્યમંત્રી પદને લઈને એવી વાત કહી કે જેનાથી બધા ચોંકી ગયા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ ઘણી વખત વિચારે છે કે મુખ્યમંત્રી પદ છોડી દે, પરંતુ આ પદ તેમને છોડતું નથી. જાેકે, સીએમ ગેહલોતે મજાકમાં આ વાત કહી હતી, પરંતુ રાજસ્થાનના રાજકારણમાં હસ્તક્ષેપ કરનારાઓ સમજી ગયા કે તેમનું નિશાન કોની તરફ હતું.

    સીએમ ગેહલોતે આગામી વિધાનસભાની ચૂંટણી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે ‘હવે જાેઈએ આગળ શું થાય છે’.
    ગેહલોત રાજ્યની વિવિધ તબીબી સંસ્થાઓના શિલાન્યાસ અને ઉદ્‌ઘાટનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા અંગ દાનના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ તેમની સફળ સારવાર માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તે ઈચ્છે છે કે ગેહલોત મુખ્યમંત્રી તરીકે જળવાઈ રહે.

    ગેહલોતે હસતાં હસતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદ વિશે હું ઘણી વખત વિચારું છું કે છોડી દઉં… પરંતુ આ પદ જ મને છોડતું નથી. ઓનલાઈન આ કાર્યક્રમ સાથે જાેડાયેલા લોકોના હાસ્ય અને તાળીઓના ગડગડાટ વચ્ચે મુખ્યમંત્રી આવાસના સ્ટેજ પર લાભાર્થી મહિલાએ ફરીથી કહ્યું, “હું ઈચ્છું છું કે તમે ફરી મુખ્યમંત્રી બનો.”
    તેના પર ગેહલોતે કહ્યું, “તમે સતત આવું કહો છો… પરંતુ હું પોતે કહી રહ્યો છું કે મુખ્યમંત્રી પદ મને છોડતું નથી. હવે જાેઈએ આગળ શું થાય છે.” ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.