Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»પૂર્વ ભારતીય સુકાની કપિલ દેવે ક્રિકેટર્સને ઘમંડી કહ્યા હતા તમામ ખેલાડી મહેનત કરે છે, કોઈ પણ ઘમંડી નથીઃ રવીન્દ્ર જાડેજા
    Cricket

    પૂર્વ ભારતીય સુકાની કપિલ દેવે ક્રિકેટર્સને ઘમંડી કહ્યા હતા તમામ ખેલાડી મહેનત કરે છે, કોઈ પણ ઘમંડી નથીઃ રવીન્દ્ર જાડેજા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ ૧-૦થી જીતી હતી જ્યારે વનડે સિરીઝ હાલમાં ૧-૧થી બરાબર છે અને સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે આજે રમાશે. બીજી વનડેમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ભારતીય ટીમ પર ખુબ ગુસ્સે થયા હતા. કપિલ દેવે ભારતીય ટીમના ખેલાડીઓને અહંકારી અને ઘમંડી પણ કહ્યાં હતા. ત્રીજી વનડે પહેલા જ્યારે રવિન્દ્ર જાડેજાને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આરામથી જવાબ આપ્યો હતો, પરંતુ તેમના જવાબમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

    ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે ટીમના તમામ સાથી ખેલાડીઓ ખૂબ મહેનત કરે છે અને તેમાંથી કોઈને પણ કોઈ પ્રકારનો અભિમાન કે અહંકાર નથી. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓમાં ઘણો અહંકાર છે અને તેઓ ઘમંડી છે.
    જાડેજાએ કહ્યું, ‘ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથી. ટીમના ખેલાડીઓમાં અહંકાર કે અભિમાન નથી. દરેક ખેલાડી સખત મહેનત કરે છે, દરેક ખેલાડી ટીમ માટે સારું કરવા માંગે છે.

    ભારતીય ટીમે પ્રથમ બે વનડેમાં ઘણા પ્રયોગો કર્યા છે. આ પાછળ ટીમ મેનેજમેન્ટનો શું ઈરાદો છે તે જણાવતા જાડેજાએ કહ્યું, ‘કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ જાણે છે કે ક્યા કોમ્બિનેશનની જરૂર છે, તેઓ જાણે છે કે કઈ પ્રકારની પ્લેઈંગ ઈલેવન હોવી જાેઈએ. અમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે એશિયા કપમાં ભારતીય ટીમનું કયું કોમ્બિનેશન હશે. આ સિરીઝ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલાની સિરીઝ છે, જ્યાં આપણે નવા પ્રયોગો કરી શકીએ છીએ, નવા કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે એશિયા કપ કે વર્લ્ડ કપ રમવા જઈશું ત્યારે આ પ્રયોગ આપણે કરી શકીશું નહીં. તે સારી વાત છે કે અમને ટીમની મજબૂત બાજુ અને ટીમનું સંતુલન પણ જાણવા મળશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Virat Kohli and Rohit Sharma news:કોહલી રોહિત ODI નિવૃત્તિ

    July 2, 2025

    Kavya Maran viral reaction:કાવ્યા મારન મીમ્સ

    July 1, 2025

    Indian young cricketer:ભારત ઇંગ્લેન્ડ U19 વનડે

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.