આ વર્ષે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવતા લોકોમાં ભક્તિભાવનો માહોલ જાેવા મળી રહ્યો છે. પવિત્ર માસમાં રાજ્યભરમાં અનેક ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે તાપીના વ્યારાના બાલપુર ગામે આવેલું વર્ષો જૂનું કર્દમેશ્વર મહાદેવનું મંદિર પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રાવણ માસમાં અહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો મહાદેવનાં દર્શનનો અચૂક લહાવો લેવા આવતાં હોય છે. તાજેતરમાં જ અહીં શિરડી સાંઈ બાબાનું નવનિર્મિત મંદિર પણ શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે.
કર્દમેશ્વર મહાદેવનાં મંદિરનો ચોક્ક્સ ઇતિહાસ જાણવો હાલ તો મુશ્કેલ છે પરંતુ કહેવાય છે કે, આ મંદિર વર્ષો જૂનું હોવાનું મનાય છે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં તેર લાખ બ્યાસી હજાર ચારસો વર્ષ પહેલાં કર્દમુનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ સાક્ષાત અહીં બિરાજમાન થયા હતા. ત્યારથી અહીં કર્દમેશ્વર મહાદેવની આરાધના કરવામાં આવે છે. શ્રાવણ માસમાં તો અહીં મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થીઓ આવતાં હોય છે તેમજ મહાશિવરાત્રિના દિવસે અહીં ખાસ મેળો પણ ભરાતો હોય છે. ત્યારે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાદેવનાં દર્શન કરવા ઉમટી પડી હતી. વ્યારાના બાલપુર સ્થિત કર્દમેશ્વર મહાદેવનાં દર્શન માત્રથી લોકો ધન્યતા અનુભવે છે. અહીં નવસારીના ઉનાઇ માતાજી મંદિર પર જેવી રીતે ગરમ પાણીનો કુંડ આવેલો છે તેવો જ અહીં જમીનમાંથી હુંફાળાં પાણીનો ઝરો નીકળે છે જેને કારણે અહીં આવેલા કુંડમાં પાણી બારેમાસ રહેતું હોય છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ સ્થળને પાંચ વર્ષ પહેલાં પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કર્યું હોવાથી પ્રવાસન ધામ તરીકે આ સ્થળના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાંનો દુર્વ્યય ન થાય તેની યોગ્ય તકેદારી રાખવી જરૂરી બન્યું છે. અહીં નવસારીના ઉનાઇ માતાજી મંદિર પર જેવી રીતે ગરમ પાણીનો કુંડ આવેલો છે તેવો જ અહીં જમીનમાંથી હુંફાળાં પાણીનો ઝરો નીકળે છે જેને કારણે અહીં આવેલા કુંડમાં પાણી બારેમાસ રહેતું હોય છે.