(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 22: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ સમસ્તમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ઉજવણી કરવામા આવી હતી. ત્યારે સુબિર ખાતે યોગ પ્રોટોકોલ સાથે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ૬૦૦ થી વધુ નાગરિકો જોડાયા હતા.
આ કાર્યક્રમમા સુબિર તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સુબિર તાલુકા મામલતદાર શ્રી વી.ડી.દરજી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ડામોર, આર.એફ.ઓશ્રી, ટી.પી.ઇ.ઓશ્રી સુબિર સહિત શાળાના વિધ્યાર્થીઓ તેમજ ૬૦૦ થી વધુ નાગરિકો યોગ કાર્યક્રમમા જોડાયા હતા.
કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોએ સુરત ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જીવંત કાર્યક્રમ સહિત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રીનું લાઈવ ટેલિકાસ્ટ પણ નિહાળ્યું હતું