વરસાદ બાદ રાજ્યના રસ્તાઓમાં સારા રસ્તા શોધવા એક પડકાર સમાન લાગી રહ્યું છે. સુરત શહેરમાં પણ રસ્તાની હાલત બિસ્માર છે. મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. તો અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા જ જાેવા મળી રહ્યા છે. કાપોદ્રા, વરાછા, કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ રસ્તાની હાલત ખરાબ છે.
છેલ્લા ૩ મહિનામાં સુરત મનપાએ ૮૫ કરોડનો ખર્ચ કર્યો છે.. ખરાબ રોડની ઓનલાઈન ફરિયાદો પણ મળી રહી છે.. જાે કે, ખાડા પુરવા માટે માટી અને પથ્થર નાખી દેતા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, વધુ પરેશાની સર્જાઈ રહી છે. રોડ પર પથ્થર જેમતેમ પાથરી દેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.