અમદાવાદ શહેરમાં બોગસ ખેડૂત બનીને છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરની કિંમતી જમીન પર ઠગ મંડળીઓ દ્વારા ડોળો રાખીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. આવી જ રીતે અમદાવાદ શહેર નજીકના ત્રાગડ ગામના ખેડૂતની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.
અસલી ખેડૂતોના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના દ્વારા ખોટા ખેડૂતોએ બારોબાર જ જમીન વેચવાના બહાને ૪ કરોડ રુપિયાની છેતરપિંડી આચરી હતી. ઘટના અંગે હવે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે અને તેમને ધરપકડ કરીને તપાસ શરુ કરવામાં આવી છે.બોગસ ખેડૂતોએ જમીન વેચવા માટે કારસો રચ્યો હતો અને એક ખરીદનારને જમીન પધરાવવા માટે થઈને ખાનગી હોટલમાં સોદો કરવામાં આવ્યો હતો. જ્યાં જમીન ખરીદનાર પાસેથી ૪ કરોડ રુપિયા મેળવી લેવામાં આવ્યા હતા.
જે જમીનનો બીજા દિવસે દસ્તાવેજ કરવાની વાત કરી હતી. આ માટે ચેક આપવામાં આવ્યો હતો અને ૫૦ લાખ રુપિયા રોકડા લીધા હતા. ચેક વડે સાડા ત્રણ કરોડ રુપિયા ઉપાડી લીધા હતા. બાદમાં દસ્તાવેજ કરવા માટે જ નહીં આવીને ભાગી ગયા હતા. જેને લઈ પોલીસે ૪ આરોપીઓ સામે ફરીયાદ નોંધીને ધરપકડ કરી છે. જાેકે અગાઉ આ માટે પોલીસને રજૂઆતો કરીને ફરીયાદ નોંધવા રજૂઆત કરી હતી. પરંતુ પોલીસે જેતે વખતે ખાસ કાર્યવાહી કરાઈ નહોતી