Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પુષ્પવર્ષા સાથે અપાઈ ઉષ્માપૂર્ણ વિદાય DG તરીકે નિમણુક પામેલા કમિશનર ડૉ શમશેરસિંઘનો વિદાય સમારંભ યોજાયો
    Gujarat

    પુષ્પવર્ષા સાથે અપાઈ ઉષ્માપૂર્ણ વિદાય DG તરીકે નિમણુક પામેલા કમિશનર ડૉ શમશેરસિંઘનો વિદાય સમારંભ યોજાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યના લો એન્ડ ઓર્ડર તરીકે બદલી પામેલ IPS શમશેર સિંઘની વડોદરા પોલીસ કમિશ્નર પદેથી થયેલી બદલી બાદ વડોદરાની ખાનગી હોટેલ ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે પોલીસનું દરેક કામ સમાજ માટે છે, પોલીસનું નાનું કામ પણ સમાજ માટે ઘણું મોટું હોય છે.

    તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ૭૦ IPS ઓફિસરોની બદલી કરવામાં આવી તેમાં ૧૯૯૧ બેચના IPS વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘની પણ બદલી કરવામાં આવી છે. કડક અને શિસ્તબદ્ધ અધિકારીની છાપ ધરાવતા IPS શમશેર સિંઘ હવે રાજ્યની કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જવાબદારી નિભાવશે. ગુજરાતના લો એન્ડ ઓર્ડર DG તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે.

    વર્ષો પૂર્વે વડોદરામાં DG તરીકે ફરજ બજાવી ચૂકેલ ડૉ શમશેરસિંઘ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી, સુરત રેન્જ આઈજી, સી.આઈ.ડી. ક્રાઇમ અને ACB માં પોતાની ફરજ દરમ્યાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

    સુરત માં જ્યારે લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે સરકારે તેઓની રેન્જ આઈજી તરીકે અને નિર્લિપ્ત રાયની સુરત SP તરીકે નિમણૂક કરી હતી, જુનિયર સિનિયર IPS ની આ જાેડીએ દારૂના બુટલેગરો અને માફિયાઓમાં ત્રાડ બોલાવી દીધી હતી, આ IPS જાેડીએ તે સમયે માત્ર ગુજરાતમાંજ નહીં ગુજરાતની હદ બહાર દમણમાં જઈને પણ દારૂ માફિયાઓ વિરુદ્ધ સફળ ઓપરેશન પાર પાડી ઇતિહાસ સર્જ્‌યો હતો.

    શમશેરસિંઘ માટે કહેવાય છે કે તેઓને જે પણ બ્રાન્ચ સોંપવામાં આવે અથવા જે પણ જવાબદારી સોંપવામાં આવે તેમાં નવા પ્રાણ પુરી દે છે. Acbમાં લાંબા સમય સુધી રહેલ શમશેરસિંઘ દ્વારા લંચિયા અધિકારીઓ વિરુદ્ધ જુદીજ પદ્ધતિઓ અપનાવી મોટા કેસો કર્યા હતા જેમાં RTO ચેકપોસ્ટ પર ચાલતા મોટા કૌભાંડોને અટકાવ્યા હતા.

    વડોદરામાં પણ જ્યારે તેઓની નિમણૂક કરવામાં આવી ત્યારે શી ટીમને ચેતનવંતી બનાવી મહિલાઓ અને સિનિયર સીટીઝનને જરૂરત સમયે મદદ મળી રહે., મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અટકે, છેડતીબાજાે અને રોમિયો અંકુશમાં રહે તેવા પ્રયાસો કર્યા. રાજ્યભરમાં વડોદરાની શી ટીમની કામગીરી નોંધપાત્ર બની છે.
    વડોદરાની ખાનગી હોટેલમાં યોજાયેલ IPS ડૉ શમશેર સિંઘના વિદાય સમારંભમાં તેઓએ પોતાના પ્રવચનમાં શી ટીમની કામગીરીનો પણ ઉલ્લેખ કરતા વડોદરા પોલીસને સમાજ માટે કામ કરવા આહ્વાન કર્યું હતું,

    પોલીસનું નાનું કામ પણ સમાજ માટે મોટું હોય છે તેવી શીખ ઉપસ્થિત પોલીસ અધિકારીઓને આપી હતી.
    વડોદરા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ, ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ, પશ્ચિમ રેલવેના SRP રાજેશ પરમાર જીઇઁ ગ્રૂપ કમાન્ડન્ટ ચુડાસમા, સહિતના વડોદરા સ્થિત ગુજરાત પોલીસની અન્ય એજન્સીઓના સિનિયર અધિકારીઓ, જિલ્લા કલેકટર અતુલ ગૌર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અર્પિત સાગર સહિતના અધિકારીઓ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.