ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ્વારા એવું પણ સામે આવ્યું છે કે ભારતની માથાદીઠ આવક ૭૦ ટકા થી વધીને એફવાય૨૦૩૦ સુધીમાં ૪,૦૦૦ ડોલર સુધી પહોંચી જશે, જે એફવાય૨૦૨૩માં માથાદીઠ આવક ૨,૪૫૦ ડોલર જાેવા મળે છે. તેના કારણે ભારતની જીડીપીને પણ મોટો ટેકો મળશે અને તે ૬ ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચી જશે. આ સમયગાળા દરમિયાન ભારતના અડધાથી વધુ જીડીપીસ્થાનિક વપરાશમાંથી આવશે.
છેલ્લા ૨૦ વર્ષમાં ભારતની માથાદીઠ આવકમાં હાલ ઝડપથી વધારો થયો છે. ૨૦૦૧માં તે ૪૬૦ ડોલર હતી, જે વધીને ૨૦૧૧માં ૧,૪૧૩ ડોલર અને ૨૦૨૧માં ૨,૧૫૦ ડોલર થઇ ગઈ હતી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારતની નિકાસ ઝડપથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. તે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૨ ટ્રિલિયનડોલરથી ૨૦૩૦ સુધીમાં ૨.૧ ટ્રિલિયનડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ ૩.૫ ટ્રિલિયન ડોલર હતું.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ભારતમાં સ્થાનિક વપરાશ પણ ઝડપથી વધશે અને તે ૨૦૩૦ સુધીમાં ૩.૪ ટ્રિલિયન ડોલરસુધી પહોંચી જશે, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૧ બિલિયનડોલર છે. ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ સુનિશ્ચિત કરશે કે તેમના આગામી કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને, જે યુએસ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. હાલમાં જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં, દેશના જીડીપીના ૨૦ ટકા તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાંથી આવશે અને ૨૦૩૦ સુધીમાં આ રાજ્યોની માથાદીઠ આવક ૬૦૦૦ ડોલરની નજીક હશે. યુપી અને બિહાર જ્યાં દેશની કુલ વસ્તીના ૨૫ ટકા લોકો રહે છે. ત્યાં ૨૦૩૦ પછી પણ માથાદીઠ આવક ૨૦૦૦ ડોલરની નીચે રહેશે.