Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળ્યા ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું
    India

    જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળ્યા ચાર વર્ષ બાદ જેટ એરવેઝને ઓપરેટર સર્ટિફિકેટ ઈશ્યુ કરાયું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએદ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મળતા જ એરલાઇન્સ માટે ભારતમાં ફરીથી તેની એરલાઇન્સ શરૂ કરવાનો માર્ગ ખુલી ગયો છે.

    આ અંગે ખુશી વ્યક્ત કરતા, જેટ એરવેઝને ફરી શરુ કરવા માટે કામ કરી રહેલા જાલાન-કાલરોક કન્સોર્ટિયમે કહ્યું કે, તે જેટ એરવેઝને પુનઃશરૂ કરવા માટે ભારતીય ઉડ્ડયન નિયમનકારનો અમારામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, અમે ડીજીસીએઅને તમામ હિતધારકોનો આભાર માનીએ છીએ જેમણે જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે જાલાન-કાલરોક કન્સોર્ટિયમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અંગે વધુમાં જણાવ્યું કે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ જેટ એરવેઝના પુનરુત્થાન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

    આ માટે, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ એરલાઇનને સફળ બનાવવા માટે વ્યૂહરચના વિકસાવવા માટે તમામ સત્તાવાળાઓ, ઉદ્યોગો અને હિતધારકો સાથે મળીને કામ કરશે. ૨૫ વર્ષથી વધુ સમય સુધી સતત ઉડાન ભર્યા પછી, જેટ એરવેઝ ૧૭ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ નબળી નાણાકીય સ્થિતિને કારણે બંધ કરવામાં આવી હતી. જૂન ૨૦૧૯માં, કંપનીની નાદારીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. આ પછી, દ્ગ્‌ન્‌ દ્વારા જાલાન-કાલરોક કન્સોર્ટિયમને આ એરલાઇનને ફરીથી શરૂ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારથી કોન્સોર્ટિયમ તેને ફરી શરુ કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ કર્મચારીઓની ભરતી પણ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.