દુબઈ ખાતે રિયલ એસ્ટેટમાં રોકાણની સ્કીમ આપીને સુરતના ૩ યુવકો સાથે ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટનાની વિગતો એવી છે કે, ઝાંપાબજાર ખાતે ગધેવાન, ખદીજા મંજીલમાં રહેતા જુજર અલીસાગર બક્ષાનુમા (૨૫) છેલ્લા એક વર્ષથી મુંબઈ કુલ્રા વેસ્ટ બીએમસી કોલોનીમાં રહે અને પોર્ટોવિટીમાં કન્સ્લટન્ટ તરીકે જાેબ કરે છે. વર્ષ ૨૦૨૧માં મિત્ર હમઝા લોખંડવાલાએ કોલ કરીને પાલમાં રહેતા વિતરાગ મહેતા અને તેના પિતા કિશોર મહેતા હસ્તક અનુલયા દિનબંધુ મલિક, અંબાલિકા દત્તા અને સચિન ઝાના સપંર્કમાં આવ્યા હતા. આ ત્રણેય જણા બેંગ્લોરમાં નીની પ્રોપર્ટીઝ નામની કંપની ધરાવે છે. જે દુબઈમાં કંપનીમાં રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે.
આ બેજાબાજાેએ રોકાણ કરનારને ૯૦ દિવસમાં ૩૦ ટકા જેટલું ઊંચું વળતર આપે છે તેવી વાત કરી હતી. જેથી કંપનીના એજન્ટ તરીતે કામ કરતા વિતરાગ મહેતાનો કોન્ટેક્ટ ક્યો હતો. વિતરાગે રોકાણની લોભામણી લાલચ આપીને જુજરનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વિતરાગ અને તેના પિતા કિશોર મહેતાએ ઓનલાઈન મિટિંગ કરીને કંપનીના ત્રણયે શખસો સાથે વાત કરાવી હતી. જેથી જુજર તેમની કંપનીમાં રોકાણ કરવા તૈયાર થઈ ગયો અને ૧૯.૧૫ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા. ત્યારબાદ ૯૦ દિવસ વીતિ ગયા બાદ ૩૦ ટકા નફા સાથે રૂપિયા પરત માંગતા અમુલશા દિનબંધુએ બહાના કર્યા હતા.
જેથી જુજરે વિતરાગ મહેતાને વાત કરતા તેને એક ચેક આપવામાં આવ્યો હતો, જે બાદમાં રીટર્ન થઈ ગયો હતો. બાદમાં જુજરે પૈસા માગતા અમુલશા દિનબંધુએ હાથ ખંખેરી લીધા અને ધાક ધમકીઆ આપી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, મિત્ર હુસેન સાદડીવાલાને પણ લોભામણી સ્કીમ આપીને ૧૪.૫૮ લાખ અને યોગેશ મતાણી પાસેથી ૩૩.૯૧ લાખ રૂપિયા લીધા હતા. જેમાંથી યોગેશને ૮.૬૩ લાખ પરત કર્યા હતા અને ૧૫.૨૮ લાખ માટે ઠેંગો બતાવ્યો હતો. આમ ૩ યુવકોને ૫૯ લાખનો ચૂનો લગાવ્યો હતો. જેથી જુજરે અમુલ્યા દિનબંધુ મલિક, વિતરાગ મહેતા સહિત ૩ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.