Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પત્ની માટે તોડી પૂર્વજાેની આ પરંપરા માનિત જૌરા ૧૦૮ વર્ષ જૂની તલવાર લઈ ગ્રીક ગર્લફ્રેન્ડને પરણ્યો
    Entertainment

    પત્ની માટે તોડી પૂર્વજાેની આ પરંપરા માનિત જૌરા ૧૦૮ વર્ષ જૂની તલવાર લઈ ગ્રીક ગર્લફ્રેન્ડને પરણ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવીની સૌથી પોપ્યુલર સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં ઋષભનું પાત્ર ભજવનારા એક્ટર માનિત જૌરાએ લગ્ન કરી લીધા છે. માનિતે ૯ જુલાઈના રોજ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા હતા. માનિતે પોતાની ગ્રીક ગર્લફ્રેન્ડ એન્ડ્રિયા પૈનાગિયોટોપોલુ સાથે લગ્ન કરી લીધા છે. એન્ડ્રિયા વ્યવસાયે ડાન્સ ટીચર છે. માનિતના લગ્નના ફોટોઝ હાલમાં જ સામે આવ્યા છે અને તેણે લગ્ન અંગેની કેટલીક રસપ્રદ વાતો પણ જણાવી છે. વાત કરતાં માનિતે ખુલાસો કર્યો કે, તેના લગ્ન ઉદયપુરના એક હેરિટેજ રિસોર્ટમાં થઈ હતી. માનિતે કહ્યું, “હું આ જ સ્થળે લગ્ન કરવા માગતો હતો અને આ વાત પહેલેથી નક્કી હતી. લગ્નના દિવસે ખૂબ વરસાદ પડી રહ્યો હતો. જાેકે, અમારા લગ્ન શરૂ થયા એ વખતે વરસાદ બંધ હતો તે ઈશ્વરની કૃપા છે. સામાન્ય રીતે વર-કન્યા વારાફરતી મંડપમાં આવે છે પણ અમે બંને સાથે ગયા હતા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. અમે બંને એ ક્ષણે ખૂબ જ ઈમોશનલ થયા હતા. માનિતે ખુલાસો કર્યો કે, તે લગ્નમાં ૧૦૮ વર્ષ જૂની તલવાર સાથે લઈને ગયો હતો. આ તલવાર પર માનિતના પરિવારના પુરુષ સભ્યોના નામ લખેલા હતા. જાેકે, માનિત સ્ત્રી-પુરુષની સમાનતામાં માનતો હોવાથી તેના પિતાની પરવાનગી લઈને તેણે તલવાર પર પોતાનું અને પોતાની પત્નીનું નામ લખાવ્યું હતું. માનિત અને એન્ડ્રિયાની મુલાકાત વિદ્યાર્થી-શિક્ષક તરીકે થઈ હતી. શરૂઆતમાં તેઓ ફક્ત મિત્રો હતા. ૨૦૧૯માં વાતો કરતી વખતે તેમણે ખુલીને એકબીજાની લાગણીઓ વિશે જણાવ્યું હતું. માનિતે કહ્યું, “અમે ખૂબ સારા મિત્રો છીએ અને તે મને સારી રીતે ઓળખે છે.

    ” એન્ડ્રિયા ગ્રીસની હોવાથી માનિતના મનમાં સંબંધને લઈને થોડી શંકાઓ હતી. “તેણી ભિન્ન દેશ, સંસ્કૃતિ અને રહેણીકરણીમાંથી આવે છે. મેં તેને અમારા સંબંધમાં આવનારા પડકારો વિશે જણાવ્યું. ત્યારે તેણે મને કહ્યું હતું કે, આખી જિંદગી તારા વિના કાઢવી પડે એના કરતાં હું ચાર મહિના તારી સાથે રહેવાનું પસંદ કરીશ. આ વાક્યએ મને ઝંઝોળી નાખ્યો. માનિતે ખુલાસો કર્યો કે, તેણે જાન્યુઆરી ૨૦૨૩માં એન્ડ્રિયાને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરી હતી. “મેં તેને મુંબઈ એરપોર્ટ પર પ્રપોઝ કરી કારણકે એક રીતે આ અમારું મિલન સ્થળ હતું”, તેમ માનિતે ઉમેર્યું. માનિતે જણાવ્યું કે, મુંબઈના ટ્રાફિક અને વરસાદ સાથે ગોઠવવાનો પ્રયાસ એન્ડ્રિયા કરી રહી છે. તેને ભારતીય પોશાક પહેરવા પસંદ છે. માનિતે એ પણ ખુલાસો કર્યો કે, તે ડિસેમ્બરમાં લગ્ન કરવાનો હતો પરંતુ પિતાની બગડતી તબિયત જાેતાં વહેલા લગ્ન કરી લીધા. નાગિનના એક્ટર માનિતે જણાવ્યું કે, લગ્ન પછી તેઓ ગોવા ફરવા ગયા હતા. જાેકે, તેમનું હનીમૂન યુરોપમાં ક્યાંક થશે. આ સિવાય તેઓ ગ્રીક રિવાજાે પ્રમાણે પણ લગ્ન કરવાના છે. આ લગ્ન નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.