Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ચેટિંગ, પ્રેમ અને સરહદ પાર જાવેદના પ્રેમમાં પાકિસ્તાન પહોંચી ચીનની યુવતી
    WORLD

    ચેટિંગ, પ્રેમ અને સરહદ પાર જાવેદના પ્રેમમાં પાકિસ્તાન પહોંચી ચીનની યુવતી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભલે એકબીજાના દેશ વચ્ચેના સંબંધો ખરાબ હોય, પણ આજકાલ સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચવાા કિસ્સામાં વધારો થયો છે અને આવી લવ સ્ટોરીઓએ બંને દેશોના લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. પાકિસ્તાની સીમા હૈદર પોતાના પ્રેમમાં પામવા માટે ભારત આવી તો ભારતની અંજુ પાકિસ્તાની મિત્રને મળવા માટે ત્યાં પહોંચી છે. આ દરમિયાન પોલેન્ડની એક મહિલા ઝારખંડમાં રહેતા પ્રેમીને મળવા માટે પહોંચી હતી. ત્યારે આવો જ એક કિસ્સો ચીન અને પાકિસ્તાનનો પણ સામે આવ્યો છે. ચીનમાં રહેતી એક યુવતી તેના પાકિસ્તાની પ્રેમીને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પહોંચી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમ થઈ ગયો હતો. પોલીસે પણ આ વાતની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું ક, એક મહિલા કે જેની ઓળખ ફેંગ તરીકે થઈ છે. જે ત્રણ મહિનાના વિઝા પર ગિલગિટના રસ્તે થઈને બુધવારે ઈસ્લામાબાદ પહોંચી હતી. ૨૧ વર્ષીય યુવતીને ૧૮ વર્ષીય દોસ્ત જાવેદ લેવા માટે પહોંચ્યો હતો. જે અફઘાનિસ્તાનની સીમા પાસે આવેલા એક જિલ્લામાં રહે છે. અફઘાનિસ્તાનની સામા પાસે બાજૌર જિલ્લામાં સુરક્ષા સ્થિતિના કારણે જાવેદ મહિલાને પોતાના ગૃહનગરના બદલે નીચલે દીર જિલ્લામાં સમરબાગમાં પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ,છેલ્લાં ત્રણ વર્ષથી સ્નેપચેટ દ્વારા બંને સંપર્કમાં હતા. એ પછી બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જાવેદના પિતરાઈ ભાઈ ઈજ્જતુલ્લાએ જણાવ્યું કે, ચીની મહિલા ગાઓએ ઈસ્લામ ધર્મ પણ અંગીકાર કરી લીધો છે અને બુધવારે જાવેદ સાથે નિકાહ પણ કરી લીધા છે.

    હવે તેનું નવું નામ કિસ્વા છે. ઈજ્જતુલ્લાએ કહ્યું કે, ગાઓ ૨૦ જુલાઈના રોજ ઈસ્લામાબાદ પહોંચી હતી. જ્યાં જાવેદ તેને લેવા માટે પહોંચ્યો હતો. ત્યાંથી તેઓ ૨૧ જુલાઈના રોજ નીચલે દિર જિલ્લામાં આવ્યા હતા અને સમરબાગમાં તેમના ઘરે રોકાયા છે. બુધવારે બંનેએ નિકાહ કર્યા અને પછી ઈસ્લામાબાદ માટે રવાના થયા હતા. જાે કે, સ્થાનિક પોલીસ અને જિલ્લા તંત્રએ મોહરમ અને સુરક્ષાના કારણોસર જાહેરમાં ન ફરવા માટે સૂચના આપી છે. ઈજ્જતલુલ્લાએ કહ્યું કે, જાવેદ બાજૌર ડિગ્રી કોલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે અને ચીનમાં ગાઓ સાથે કોર્ટમાં મેરેજ કરશે. પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઈજ્જતુલ્લાએ આગળ જણાવ્યું કે, કેટલાંક દિવસો પછી તે ચીન પરત ફરશે અને જાવેદ પાકિસ્તાનમાં જ રહેશે. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે ચીન જશે અને ત્યાં લગભગ એક વર્ષ જેટલું રોકાશે. તો આ પહેલાં જિલ્લા પોલીસ ઓફિસર જિયાદ્દીને મીડિયાને જણાવ્યું કે, ચીની મહિલાને સમરબાગ વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. જાે કે, મહોરમ અને અન્ય વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને જાહેરમાં ન ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મહિલા કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે. તેના તમામ દસ્તાવેજાે યોગ્ય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.