Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»મેકર્સ પર કર્યો બદલો લીધાનો આક્ષેપ! રાતોરાત રિપ્લેસ કરાતાં નારાજ થઈ જૂની રિટા રિપોર્ટર
    Entertainment

    મેકર્સ પર કર્યો બદલો લીધાનો આક્ષેપ! રાતોરાત રિપ્લેસ કરાતાં નારાજ થઈ જૂની રિટા રિપોર્ટર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 27, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા થોડા મહિનાઓથી વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં છે. હવે બળતામાં ઘી હોમાયું છે. શોમાં રિટા રિપોર્ટરનો રોલ કરનારી અભિનેત્રી પ્રિયા આહુજાને શોમાંથી રિપ્લેસ કરી દેવાઈ છે. પ્રિયાએ શોના મેકર્સને વારંવાર ફોન અને મેસેજ કર્યા પરંતુ તેનો જવાબ આપ્યા વિના જ તેમણે રિટા રિપોર્ટરના રોલમાં નવી અભિનેત્રીને લઈ લેતાં પ્રિયા નારાજ થઈ છે. પ્રિયાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીને અનપ્રોફેશનલ ગણાવ્યા છે. પ્રિયા આહુજાએ કહ્યું, “મને સહેજ પણ અંદાજાે નહોતો કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી મને રિપ્લેસ કરવાના છે. તેમની ટીમમાંથી કોઈએ પણ મને એ કહેવાની તસ્દી નથી લીધી કે હવે હું શોનો ભાગ નથી રહી. ૫ મેના રોજ મેં આસિતભાઈને મેસેજ કરીને હું શોમાં છું કે નહીં તેવો પ્રશ્ન કર્યો હતો પરંતુ તેમણે જવાબ ના આપ્યો. બાદમાં ૧૭ અને ૧૮ મેના રોજ મેં આસિતભાઈ અને સોહિલ રામાણીને ફરીથી મેસેજ કરીને કહ્યું હતું કે, તમે લોકો ખૂબ અનપ્રોફેશનલ છો અને તમારા આવા વલણના લીધે છેલ્લા આઠ મહિનાથી મને સેટ પર નથી બોલાવાઈ. ઉપરાંત તમે લોકો મારા મેસેજનો જવાબ પણ નથી આપતા. એટલે હું જાતે જ કહી દઉં છું કે, આજથી હું તમારા શોનો ભાગ નથી.

    એ દિવસથી આજની ઘડી તેમણે મારો મેસેજનો કોઈપણ જવાબ નથી આપ્યો. મને જાણવા મળ્યું કે, ૧૯-૨૦ જુલાઈએ તેમણે રિટા રિપોર્ટરના રોલ માટે ઓડિશન કર્યું હતું અને ૨૧ જુલાઈએ નવી રિટા રિપોર્ટર ટીવી પર દેખાઈ હતી. ૧૪ વર્ષ સુધી રિટા રિપોર્ટરનો રોલ કરનારી પ્રિયા મેકર્સના ર્નિણયથી અને ખાસ કરીને તેના મેસેજનો જવાબ ના આપવાના લીધે દુઃખી છે. તેણે આગળ કહ્યું, આ ર્નિણયથી ચોક્કસ મારું દિલ દુભાયું છે. તેમના આવા વર્તનથી મને દુઃખ થયું છે. તેઓ મારા મેસેજનો જવાબ આપી શક્યા હોત અથવા તો પાત્રનું નામ બીજું રાખી શક્યા હોત. મારા પતિ માલવ રાજદાએ શો છોડ્યો ત્યારથી જ તેમણે પણ મને શોમાંથી બહાર કરી જ દીધી હતી એટલે જ મેં તેમની પાસેથી ફોન કે મેસેજની અપેક્ષા નહોતી રાખી. તેમણે આઠ મહિનાથી મારો સંપર્ક ના કર્યો એટલે વાત સીધી-સ્પષ્ટ છે. તેઓ મારા મોંએથી સાંભળવા માગતા હતા કે હું શો છોડી રહી છું. જે ક્ષણે મેં શો છોડ્યો એ વખતે એમને લાગ્યું હશે કે, હવે આને તેની અસલી જગ્યા બતાવીએ. પ્રિયાનું કહેવું છે કે, તેને ખબર જ હતી કે આ દિવસ આવવાનો છે અને તેણે પોતાના પતિને પણ આ વિશે કહ્યું હતું. “આગામી દિવસોમાં તેઓ આ રોલને વધુ મોટો કરશે તો પણ મને નવાઈ નહીં લાગે. આ વખતે તેઓ રિટાના પાત્રને ખૂબ સપોર્ટ કરશે. મેં માલવને પણ કહ્યું હતું કે, તેઓ નવી રિટા રિપોર્ટરને બોલાવશે અને એવું જ થયું. જાેકે, મેં એવું નહોતું ધાર્યું કે, તેઓ ફાઈનલ કરીને બે જ દિવસમાં જ શૂટિંગ કરી લેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.