૧૫ જૂલાઇના રોજ ફિટનેસ પસંદ કરતા લોકોમાં જાણીતા ઇન્ફ્લૂએન્સર અને બોડી બિલ્ડર જસ્ટિન વિકીનું એક દુર્ઘટનામાં મોત થયું છે. માત્ર ૩૩ વર્ષીય જસ્ટિન ૨૧૦ કિલોના સ્ક્વાટ પ્રેસ કરી રહ્યો હતો તે દરમિયાન તેની ગરદન પર બારબેલ પડ્યું અને તેનું નિધન થયું. આ કેસ બાલીના સનૂરનો છે. એક્સરસાઇઝ દરમિયાન તેની પાછળ એક સ્પોટર ઉભો હતો, વિકી બારબેલ ઉઠાવી ના શક્યો અને તે તેના પર પડી ગયું. સ્પોર્ટર બોય્ઝ જીમમાં એક્સરસાઇઝ દરમિયાન મદદ અથવા સપોર્ટ કરે છે. ભારે વજન ઉઠાવવામાં સ્પોર્ટ્સના સપોર્ટ લેવામાં આવે છે. બાલીમાં આવેલા પેરેડાઇઝ જીમમાં શનિવારે વિકીએ ઇન્ટેન્સ એક્સરસાઇઝ માટે સ્પોર્ટર્સની મદદ લીધી હતી. આ એક્સરસાઇઝ દરમિયાન અન્ય જીમ મેમ્બર પણ તેની સાથે હતો જેથી કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવને અટકાવી શકાય છે. પરંતુ તેવું શક્ય બન્યું નહીં.
જસ્ટીને સ્ક્વેટ પ્રેસ માટે રૂટિન શરૂ કર્યુ પરંતુ ૨૦૧ કિલોનું વજન તે ઉઠાવી શક્યો નહી અને તેના પગ ફસડાઇ પડ્યા. આ દરમિયાન ૨૧૦ની મશીનરી તેના ઉપર પડી અને તેને ગળામાં ફ્રેક્ચર થઇ ગયું. રિપોર્ટ અનુસાર, બારબેલ વિકીના ગળાના ભાગે એટલી તીવ્રતાથી પડી હતી કે તેનું માથુ રબરની માફક વળી ગયું. જેના કારણે હૃદય અને શ્વાસોશ્વાસને જાેડતી તમામ નસોમાં ફ્રેક્ચર થઇ ગયું. વિકીને તત્કાળ સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં જીવલેણ ફ્રેક્ચરના કારણે ડોક્ટર્સ તેને બચાવી શક્યા નહીં. જીમ એક્સપર્ટ્સ અનુસાર, જાે તમારી પાસે કોઇ સ્પોટર નથી તો હેવી લિફ્ટિંગ કરવાની ભૂલ ના કરો. એવી એક્સરસાઇઝ કરો જેમાં સ્પોટરની જરૂર નથી પડતી. આ સિવાય સેફ્ટી ઇક્વિપમેન્ટ જેમ કે, પાવર રેક્સ અથવા સ્મિથ મશીનની પણ મદદ લઇ શકો છો. જાે તમે હેવી લિફ્ટ નથી કરી શકતા તો સેફ્ટી બાર જે વજનને ઉઠાવે છે તેનો ઉપયોગ કરો.