Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»હાલમાં જ દિશા જાેવા મળી હતી શો છોડ્યા બાદ દયાભાભીને ઓળખવી પણ મુશ્કેલ
    Entertainment

    હાલમાં જ દિશા જાેવા મળી હતી શો છોડ્યા બાદ દયાભાભીને ઓળખવી પણ મુશ્કેલ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ચાહકોનું મનોરંજન કરનાર અભિનેત્રી દિશા વાકાણી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે. ચાહકો તેને શોમાં પાછા જાેવા માંગે છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે, અભિનેત્રી દિવાળીમાં શોમાં પુનરાગમન કરી શકે છે. જાે કે અભિનેત્રીની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાહેર છે કે, દિશાએ ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યાર બાદ તે શોમાં માત્ર એક જ વાર એપિસોડ (કેમિયો) માટે જાેવા મળી હતી. આ સિવાય તે શોમાંથી સતત ગાયબ છે. રજા પર ગયા બાદ તે લાઈમલાઈટમાંથી પણ ગાયબ છે. તે મીડિયા અને કેમેરાને પણ ટાળતી જાેવા મળી રહી છે. જાેકે, હાલમાં જ દિશા જાેવા મળી હતી. તે એક ચાહકના વ્લોગમાં જાેવા મળી હતી. ફેને દિશાને મળવાનો વ્લોગ પણ ર્રૂે્‌ેહ્વી પર શેર કર્યો છે. આ વીડિયોમાં દિશા મેકઅપ વગર જાેવા મળી રહી છે. તેણે પીળા રંગનું ટોપ અને બ્લુ પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં તે એકદમ અલગ જ દેખાઈ રહી છે. તેની ઓળખવી ખૂબ મુશ્કેલ છે. તેણે ફેન્સ સાથે પોઝ પણ આપ્યા હતા. તેની સ્મિત ચાહકોના દિલ ઘાયલ કરવા કાફી છે. ચાહકોને તેની સરળ શૈલી પસંદ આવી રહી છે.

    તેના ચાહકો તેને ભેટ પણ આપે છે. પહેલા તો દિશાએ તેને લેવાની જ ના પાડી દીધી હતી, પરંતુ પછીથી ફેન્સના આગ્રહ પર તે એ ભેટ સ્વીકારે છે. વીડિયોમાં દયા ફેન્સને મોબાઈલમાં મેકઅપ વગેરે કરવાનું કહે છે. જાહેર છે કે, એક સમયે ટીઆરપી મામલે ટોચનો શો ગણાતો તારક મહેતા કા ઉલ્ટા ચસમા આજકાલ અનેક વિવાદોમાં સપડાયો છે. શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રીઓ અને અન્ય પાત્રો નિર્માતાઓ પર એક પછી એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. ટીવીની સૌથી પૉપ્યૂલર કૉમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઉંમરના લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, શૉ છેલ્લા ૧૨ વર્ષથી ઓડિયન્સનુ એન્ટરટેન કરી રહ્યો છે. શૉમાં એક લાંબી સ્ટાર કાસ્ટ છે પરંતુ આમાં દયાબેનની ભૂમિકા ભજવનારી દિશા વાકાણી સૌથી પૉપ્યૂલર રહી છે. અહીં અમે દિશાની તે ફિલ્મો વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તેમને કામ કર્યુ.

    દિશા વાકાણીએ ઐશ્વર્યા રાય બચ્ચન અને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ જાેધા અકબરમાં કામ કર્યુ છે. તેને ફિલ્મમાં માધવની ભૂમિકા નિભાવી હતી. દિશા વાકાણી શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દિક્ષિત સ્ટારર ‘દેવદાસ’માં દેખાઇ હતી. ફિલ્મમાં તેને સખીની ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૨૦૦૮માં આવેલી પ્રિયંકા ચોપડા અને હરમન બવેજા સ્ટારર ‘લવ સ્ટૉરી ૨૦૫૦’માં પણ દિશા વાકાણીએ નાનો રૉલ કર્યો હતો. ફિલ્મમાં તે એક કામવાળીના રૉલમાં દેખાઇ હતી. વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘સી કંપની’માં દિશા વાકાણીએ એક વિધવાની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને રાજપાલ જેવા એક્ટર હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.