વડોદરાનાં માંજલપુર પાસે ૨૩ જુલાઈનાં રોજ રાત્રીનાં સુમારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા કાર ચાલક દ્વારા મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાં ૨૩ જુલાઈનાં રોજ સાંજે બની હતી. જેમાં સ્કૂટર પર જઈ રહેલ મહિલા ઉમાં ચૌહાણને પુર ઝડપે ગાડી ચલાવી રહેલ કાર ચાલેક હડફેટે લીધી હતી. ત્યારે સમગ્ર હીટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે ઘટનાને બે દિવસ થવા છતાં પણ માંજલપુર પોલીસે હજુ સુધી કંઈ કાર્યવાહિ કરી નથી. તેમજ માંજલપુર પોલીસે ઈજાગ્રસ્ત મહિલા ઉમાં ચૌહાણનું નિવેદન પણ લીધું નથી.
અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ એકાએક કુંભકર્ણની નિદ્રામાંથી સફાળી જાગેલી પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની મોટી મોટી વાત કરી રહી છે. તો બીજી તરફ માંજલપુરમાં બે દિવસ પહેલા જ રાત્રીનાં સુમારે બનેલી હિટ એન્ડ રનની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા કાર ચાલકને જાણે બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ હજુ સુધી તેની સામે કોઈ જ કાર્યવાહી શુદ્ધા પણ કરી નથી કે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધવાની તસ્દી પણ લીધી નથી. ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્ન છે.
આ બાબતે મહિલા ઉમા ચૌહાણે જણાવ્યું હતું કે હું એક્ટિવા લઈને મારા ઘરે જઈ રહી હતી. તે દરમ્યાન એક ફોર વ્હીલર વાળાએ કટ મારી મને તેની ગાડી ઠોકી દીધી હતી. જે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે હું ભાનમાં હતી ત્યારે હોસ્પિટલમાં દાખલ હતી. વધુમાં મહિલાએ જણાવ્યું કે એ વિસ્તારમાં ખાણીપીણીની દુકાન આવેલી હોઈ રાત્રીનાં સમયે ભારે ભીડ હોય છે. આ કાર ચાલકને પકડો મારી જગ્યાએ બીજું કોઈ પણ હોઈ શકે છે. તે કાર ચાલકનો પોતાની ગાડી પર જ કાબુ ન હતો.