અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈ મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. આજથી એક મહિના માટે ઓવર સ્પીડિંગ સહિત ટ્રાફિકના નિયમો સંદર્ભે સ્પેશિયલ ડ્રાઈવ થશે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વાહનો પર જાેખમી સ્ટંટ કરતા લોકો, પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકો, ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો પર પોલીસની નજર રહેશે અને આવા નબીરાઓની સામે પોલીસ મેમો સહિત એક્શન પણ લેશે.આજથી એક મહિના સુધી રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનારાઓની સામે એક્શન લેવાની તૈયારીમાં ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે.
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સ્પીડગનથી પોલીસ ગાડીઓની સ્પીડનું મોનીટરીંગ કરશે. ઓવર સ્પીડીંગમાં જતાં વાહનોને મેમો/દંડ ભોગવવો પડી શકે છે. રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યાં બાદ અમદાવાદના સિંધુ ભવન, જીય્ હાઇવે સહિતના વિસ્તારમાં પોલીસનું ચેકીંગ શરૂ થયું જેમાં અનેક લોકો કાયદાનો ભંગ કરતાં નજરે પડ્યાં હતાં. રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈને શરૂ થયેલ મેગા ડ્રાઈવ દરમિયાન ૨૨ અને ૨૩ જૂલાઈએ કુલ ૨૭૩૯ એવા કેસો નોંધાયા જેમણે ટ્રાફિક કાયદાનો ભંગ કર્યો હોય. ઓવર સ્પીડમાં ૧૮૬૯, સ્ટંટના ૫૧૨ જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવના ૩૫૮ કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં સૌથી વધુ ટ્રાફિક નિયમ ભંગનાં કેસો નોંધાયા છે જેમાં ઓવર સ્પીડના ૭૧૦, ડ્રંક એન્ડ ડ્રાઈવના ૫૧, સ્ટંટના ૨ કેસ નોંધાયા છે