Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૨૦૦૦ની નોટો જમા કરાવવા છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર સરકાર ૨૦૦૦ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે
    India

    ૨૦૦૦ની નોટો જમા કરાવવા છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર સરકાર ૨૦૦૦ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જાે તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજાે. કેમ કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવામાં આવશે. જેની પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે ૧૯ મેના રોજ રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયા પાછા મંગાવવાની જાહેરાત કરી હતી.

    ડેડલાઈનને લંબાવાની સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવાશે નહીં એટલે કે જેની પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ છે, તેમણે ૩૦ સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સૂળે સહિત અમુક સાંસદોએ આ વિશે પૂછ્યુ હતુ. સાંસદોના પ્રશ્નોનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પકંજ ચૌધરીએ સ્પષ્ટ કરી દીધુ કે ડેડલાઈનમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યુ કે હાલ સરકાર આવો કોઈ વિચાર કરી રહી નથી. નાણા રાજ્ય મંત્રીએ કહ્યુ કે જે ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી બેન્કમાં જમા કરાવવામાં આવી રહી છે, તેના બદલે આપવા માટે બીજી કરન્સીનો સ્ટોક ઉપલબ્ધ છે.

    ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં સૌથી મોટી કરન્સી ૨૦૦૦ રૂપિયાની નોટ પર ર્નિણય લીધો હતો, જાેકે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૦૦ રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે ૨૦૦૦ની નોટ બજારમાંથી પાછી મંગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ ર્નિણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો,

    પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની.
    સરકારે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી ૨ હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતુ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi Adampur Air Base: ઓપરેશન સિન્દૂર બાદ PM મોદીની સાહસિક જવાનો સાથે વાતચીત, આદમપુર એરબેસ પર પહોંચ્યા

    May 13, 2025

    India Pakistan Conflict: પાકિસ્તાનનો કબૂલનામો: ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો મર્યા, 78 ઘાયલ

    May 13, 2025

    Drinking Poisonous Liquor: અમૃતસરમાં ઝેરી દારૂનો કહેર: 14 લોકોનાં મોત, 5 ગામોમાં હડકંપ

    May 13, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.