અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તે ઓસ્ટ્રેલિયા છે. છેલ્લા બે વર્ષથી આ દેશ હેડલાઇન્સમાં રહે છે કારણ કે અહીં કામ માટે એકથી વધુ શાનદાર ઑફર્સ આપવામાં આવે છે. આમ છતાં આ પોસ્ટ પર કામ કરવા માટે લોકો ઉપલબ્ધ નથી. થોડા મહિના પહેલા અહીં ડોક્ટરની નોકરી માટે કરોડોનો પગાર અને મફત ઘર આપવામાં આવી રહ્યું હતું, છતાં કોઈ તેના માટે તૈયાર નહોતું. એવું નથી કે માત્ર ભણેલા-ગણેલા લોકોને જ નોકરીમાં કરોડોની ઓફર આવી રહી છે. અહીં ખાણોમાં અને તેલ ખાણ ઉદ્યોગમાં કામ કરતા ખાણિયાઓને પણ સારો પગાર આપવામાં આવી રહ્યો છે. આ માટે ૬ મહિનાથી ૧૨ મહિનાનો કોન્ટ્રાક્ટ છે અને અહીં પગાર પણ આરામથી ૫૦-૬૦ લાખ રૂપિયા છે. વર્ષ ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયાના સરકારી કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં કૌશલ્યની અછત ખૂબ વધી ગઈ છે. વર્ષ ૨૦૨૧ થી તેમાં વધારો થઈ રહ્યો છે અને દેશમાં હજારો નોકરીઓ ખાલી પડી છે. સરકારના મંત્રી અન્ય દેશોમાં જઈને લોકોને અહીં કામ કરવાની ઓફર કરી રહ્યા છે અને તેના ફાયદા ગણી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં હેલ્થકેર સેક્ટરમાં હજારો નોકરીઓ ખાલી છે. ખાસ કરીને નર્સ, આસિસ્ટન્ટ અને ડોકટરો પણ અહીં ઉપલબ્ધ નથી. એટલું જ નહીં સોફ્ટવેર અને એપ્લીકેશન પ્રોગ્રામરની સાથે કન્સ્ટ્રક્શન મેનેજર એટલે કે કોન્ટ્રાક્ટરોની પણ અહીં જરૂર છે, પરંતુ તે પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા ઇમિગ્રેશન નીતિમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેથી બહારથી લોકો અહીં આવે. અહીં કૌશલ્યની અછતનું કારણ એ છે કે લોકો ઓસ્ટ્રેલિયામાં ભણવા જાય છે પરંતુ ત્યાં કોઈ રહેવા માંગતું નથી. જાે કે આ દેશ ખૂબ જ સુંદર છે, પરંતુ લોકો તેને પોતાનું ઘર બનાવવા માંગતા નથી. એ પણ હકીકત છે કે કડક બોર્ડર નિયમો અને વિઝા નિયમોના કારણે લાખો લોકોની વિઝા અરજીઓ પેન્ડિંગ રહે છે. જાે કે, અહીંયા રહેતા એક ટ્રક ડ્રાઈવર એશ્લે કહે છે કે, એક વાર અહીં પહોંચ્યા પછી ટ્રક ચલાવીને પણ ૫૦-૬૦ લાખ કમાઈ શકે છે.