Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચમાં વિવાદ સાઈ સુદર્શનને નો બોલમાં આઉટ અપાયાની ચર્ચા
    Cricket

    ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચમાં વિવાદ સાઈ સુદર્શનને નો બોલમાં આઉટ અપાયાની ચર્ચા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ગઈકાલે ભારત-એઅને પાકિસ્તાન-એવચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાનનો ૧૨૮ રનથી વિજય થયો હતો. આ મેચમાં ભારતના સ્ટાર બેટ્‌સમેન સાઈ સુદર્શનની વિકેટને લઈને ઉગ્ર ચર્ચા ચાલી હતી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન-એસામે સદી ફટકારનાર સાઈ સુદર્શન ફાઇનલમાં કઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ તેની વિકેટને લઈને સોશ્યલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સાઈ સુદર્શનને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અરશદ ઈકબાલે આઉટ કર્યો હતો. ઇકબાલે સુદર્શનને શોર્ટ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. પરંતુ ઈકબાલનો આ બોલ વિવાદોના ઘેરામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ તેના આ બોલને નો બોલ કહી રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં જાેઈ શકાય છે કે અરશદ ઈકબાલનો પગ પોપિંગ ક્રિઝની નજીક હતો. જાે કે આ પછી પણ ર્નિણય બોલરના પક્ષમાં ગયો અને સાઈ સુદર્શનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

    સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે અરશદ ઇકબાલના આ બોલને નો બોલ ગણાવ્યો તો કેટલાકે તેને ખૂબ જ નજીકનો મામલો ગણાવ્યો હતો. સુદર્શનની આ વિકેટને લઈને ફેન્સમાં ગુસ્સો પણ જાેવા મળ્યો હતો.
    ભારત-એએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન-એએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૫૨ રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે તૈયબ તાહિરે ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૦૮ રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર સાહિબજાદા ફરહાને ૬૫ અને સૈમ અય્યુબે ૫૯ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ભારત-એ ૪૦ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાન-એનો ૧૨૮ રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી બોલર સૂફિયાન મુકીમે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Ravindra Jadeja: જાડેજાના રિટાયરમેન્ટના સંકેત? બ્રેડ હેડિનનું નિવેદન ઘરમાં ચર્ચાનો વિષય બન્યું

    June 28, 2025

    Lhuan Dre Pretorius: લુઆન ડ્રી પ્રિટોરિયસે તોડ્યાં બે વિશાળ રેકોર્ડ, 153 રન સાથે ચમક્યો

    June 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.