Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»SG હાઈવે પર આટલો ટ્રાફિક કેમ? હાઈવે પર સ્પીડ બ્રેકર ને લેન ડાઈવર્ટમાં ઘણી ખામીઓ
    Gujarat

    SG હાઈવે પર આટલો ટ્રાફિક કેમ? હાઈવે પર સ્પીડ બ્રેકર ને લેન ડાઈવર્ટમાં ઘણી ખામીઓ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    SG હાઇવે, જે શહેરની પશ્ચિમી સીમાને ચિહ્નિત કરતો હતો, તે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની સીમાની મધ્યમાં આવે છે અને દરરોજ હજારો મુસાફરો માટે નિર્ણાયક માર્ગ છે. જાેકે તાજેતરની ઇસ્કોન ફ્લાયઓવર દુર્ઘટના, જેમાં નવ લોકોના જીવ ગયા અને ૧૩ ઘાયલ થયા, તેણે આ રોડમાં ટ્રાફિક વ્યવસ્થાપનને સુધારવાની જરૂરી આવશ્યકતાને પ્રકાશિત કરી હતી. એક નિષ્ણાંતે કહ્યું કે “હાઈવે માટેના નિયમો અનુસાર, સ્પીડ બ્રેકરનો ઉપયોગ ઓછો થાય છે. હાઇવેનો હેતુ સલામત અને ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. શહેરમાંથી પસાર થતા હાઈવે પરના તમામ ફ્લાયઓવર અને અંડરપાસને ધ્યાનમાં લઈએ તો સ્પીડ બ્રેકરવાળા માત્ર બે જ સ્થળો છે. રમ્બલ સ્ટ્રીપ્સ અથવા પીળા નિશાનો સાથે થોડી ઉભી થયેલી સ્ટ્રીપ્સ, વધુ સામાન્ય રીતે જાેવા મળે છે. આ મુસાફરોને મુખ્ય ક્રોસરોડની નજીક પહોંચતા પહેલા સચેત થવામાં મદદ કરે છે,” જાેકે, સ્ટ્રેચમાં માત્ર થોડા સ્થળોએ જ રમ્બલ સ્ટ્રીપ્સ યોગ્ય રીતે લાગુ કરવામાં આવી છે.

    ”
    નિષ્ણાતો દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક અન્ય મુદ્દાઓ સંકેતો વિશે હતા, ખાસ કરીને ફ્લાયઓવરની શરૂઆતમાં ડાઇવર્જિંગ કરતા વાહનો માટે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ફ્લાયઓવરની બંને બાજુએ બંને લેન માટે જગ્યા નિર્ધારિત કરવાની જરૂર છે. “ઉંચાઇ પર હજુ વધારે એક સ્પીડ બ્રેકર હોવું જાેઈએ એ અકસ્માતની ઘટનાએ આપડી સમક્ષ રજૂ કર્યું હતું. જેઓ અમદાવાદમાં નવા આવ્યા છે તેઓ કદાચ જાણતા ન હોય કે તેમને જ્યાં જવું છે ત્યાંસુધી પહોંચવા માટે ક્યારે ઉતરવું અથવા આગળનો ફ્લાયઓવર લેવો.અન્ય એક રોડ સેફટીનો મુદ્દો એ છે કે લોકો એન્ડ સમયે લેન બદલતા હોય છે જેના કારણે વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં તેઓ છેલ્લી ઘડીએ લેફ્ટ કે રાઈટ વળી જાય અથવા ખોટી લેનમાં રોન્ગ સાઈડ જઈને પોતાને જે સ્થળે જવું છે ત્યાં પહોંચી જતા હોય છે. જીનીવા સ્થિત ગ્લોબલ રોડ સેફ્ટી બોડી ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન (ૈંઇહ્લ)ના પ્રેસિડેન્ટ કે કે કપિલાએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ ઝડપ છે અને ગુજરાતમાં લગભગ ૮૭% અકસ્માતો ઓવર-સ્પીડિંગને કારણે થાય છે. તેમણે કહ્યું કે નિયમોનો અમલ એ માર્ગ સલામતીનું મુખ્ય પાસું છે, ત્યારે એન્જિનિયરિંગને પણ યોગ્ય મહત્વ આપવું જાેઈએ. યોગ્ય સ્થળે સ્પીડ બ્રેકર હોય તો આ પ્રમાણે અકસ્માતો થાય જ નહીં.

    “સમસ્યા એ છે કે રોડ એન્જિનિયરો ઘણીવાર શહેરી રસ્તાઓ પર હાઇવે ડિઝાઇન લાગુ કરવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર આ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવાય છે. આ ડિઝાઇનમાં રોડ ક્રોસ સેક્શન, રોડ માર્કિંગ, સિગ્નેજ અને ટ્રાફિક કંટ્રોલ કરવાની પદ્ધતિઓ આવરી લેવામાં આવી છે,” તેમણે વધુમાં જણાવ્યું કે “અકસ્માત ઘટાડવા માટે, ૧૦૦ મીટરની ત્રિજ્યા જ્યાં શહેરી રસ્તાઓ હાઇવેને ટચ કરે છે તે અતિક્રમણ માટે ઝીરો-ટોલરન્સ ઝોન જાહેર કરવા જાેઈએ.”ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (ૈંઇ્‌ઈ)ના પ્રમુખ ડો. રોહિત બાલુજાએ જણાવ્યું હતું કે જીય્ હાઈવે જેવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે જે શહેરોમાંથી પસાર થાય છે તેને શહેરી રસ્તાઓ તરીકે ગણવામાં આવે છે. જેની ઝડપ મર્યાદા ૭૦ાદ્બॅર છે. “યોગ્ય સ્પીડ લિમિટને ધ્યાનમાં લેવી જાેઈએ અને સંકેતો પર પ્રદર્શિત કરવી જાેઈએ અને સ્પીડ કેમેરા તથા રમ્બલ સ્ટ્રિપ્સ જેવા સ્પીડ-કેમિંગ ઉપકરણો દ્વારા નિયંત્રિત કરવું જાેઈએ. જાેકે આવી મર્યાદાઓ મનસ્વી રીતે નક્કી થવી જાેઈએ નહીં અને વ્યૂહાત્મક રીતે નિયમન થવી જાેઈએ.”

    રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્રાફિકની ભીડના પ્રશ્નોને ઉકેલવા માટે જીય્ હાઈવે પર છ ફ્લાયઓવર અને અંડરપાસ બાંધ્યા છે. સરકારે ચાર નવા ફ્લાયઓવરના ઉમેરા સહિત હાઇવેને અપગ્રેડ કરવા માટે રૂ. ૧,૦૦૦ કરોડની નોંધપાત્ર રકમનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત થલતેજ જંકશન પર અંડરપાસ બનાવવામાં આવ્યો છે. નિષ્ણાતોએ ધ્યાન દોર્યું છે કે ફ્લાયઓવર, જેમ કે ઇસ્કોન અને ગોતા ફ્લાયઓવર પર યોગ્ય સંકેતો અને ફૂટપાથની ગેરહાજરીને કારણે અકસ્માતો થવાની સંભાવના છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.