Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આતંકીને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ અટવાયો ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી
    India

    આતંકીને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ અટવાયો ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી.
    ભારતે આજે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને સાથે ભારતીય રાજદ્વારીએ યુએનમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી.
    ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા છે. યુએનમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જાે આપણે સ્થાપિત આતંકવાદીઓને યુએનની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં સક્ષમ નથી, તો તે આનો સામનો કરવાની ઈચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે. આ સાથે ભારતીય રાજદ્વારીએ યુએનમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી હતી.
    ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાની નિંદા કરી હતી. આ ઉપરાંત ભારતે યુએનમાં પાકિસ્તાન અને ચીન બંનેને અરીસો બતાવ્યો હતો. ભારતે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ સંભળાવી હતી જેમા આતંકવાદી સાજીદ મીર તેના અન્ય આતંકવાદીને ગોળી મારવા કહેતો સાંભળી શકાય છે.
    પ્રકાશ ગુપ્તા દ્વારા ચલાવવામાં આવેલી ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે સાજિદ મીર મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓને કઈ રીતે સૂચનાઓ આપી રહ્યો હતો. ક્લિપમાં એક તબક્કે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે તાજ હોટલમાં તમામ વિદેશીઓને મારી નાખવામાં આવે.
    ભારતીય રાજદ્વારીએ કહ્યું કે ઘટનાના ૧૫ વર્ષ બાદ પણ સાજિદ મીર આઝાદ ફરે છે. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે એક દેશમાં તેને તમામ સુવિધાઓ મળી રહી છે. આતંકવાદ પ્રત્યે આ બેવડા ધોરણોનો અભિગમ છે. આ ગુડ ટેરરિઝમ-બેડ ટેરરિઝમનો ખતરનાક કોન્સેપ્ટ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.