Adani Group : થોડા દિવસો પહેલા કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી પાસે એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. અદાણી ગ્રુપે આ મુશ્કેલ સમયમાં વાયનાડના લોકોને મદદ કરવા માટે 5 કરોડ રૂપિયાનું દાન આપવાનું વચન આપ્યું હતું. શુક્રવારે, અદાણી જૂથે ભૂસ્ખલન પીડિતોના પુનર્વસન માટે 5 કરોડ રૂપિયાનું દાન આપીને તેનું વચન પૂરું કર્યું. અદાણી વિઝિંજમ પોર્ટના સીઈઓ પ્રદીપ જયરામને આ માટે કેરળના સીએમ પિનરાઈ વિજયનને ચેક સોંપ્યો હતો.
ગૌતમ અદાણીએ દાનની જાહેરાત કરી હતી
આ દાનની જાહેરાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાયનાડમાં લોકોના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે. અદાણી ગ્રુપ આ મુશ્કેલ સમયમાં કેરળ સાથે એકતામાં ઉભું છે.
We #StandWithWayanad🙌Supporting Those in Need!
Adani Group fulfills its promise to support the rehabilitation of Wayanad landslide victims. Our Chairman, Shri @gautam_adani, announced that a Rs 5 crore donation was handed over to Hon. Chief Minister of Kerala, Shri… pic.twitter.com/hDN2XOX2Xi
— Adani Ports and SEZ Ltd (@Adaniports) August 9, 2024
આ અકસ્માતે 226 લોકોના જીવ લીધા હતા
કેરળમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં લગભગ 226 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુંડક્કાઈ અને ચૂરલમાલા ગામમાંથી ગુમ થયેલા લોકોની સંખ્યા 131 છે.