Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»વડાપ્રધાન પર રાજસ્થાનના મુખ્યપ્રધાને નિશાન તાંક્યું ચૂંટણી માટે રાજસ્થાન-છત્તીસગઢ જતા મોદી હજુ મણિપુર ગયા નથી ઃ ગેહલોત
    Politics

    વડાપ્રધાન પર રાજસ્થાનના મુખ્યપ્રધાને નિશાન તાંક્યું ચૂંટણી માટે રાજસ્થાન-છત્તીસગઢ જતા મોદી હજુ મણિપુર ગયા નથી ઃ ગેહલોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે જયપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મણિપુર હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા પોતાના નિવેદનથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

    ગેહલોતે કહ્યું કે જે રીતે પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ધ્યાન રાખવું જાેઈએ, તેનાથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની નિષ્ફળતાઓથી જનતા દુખી છે.

    અશોક ગેહલોતે કહ્યું કે જાે પીએમ મોદી મણિપુર ન જઈ શકે તો તેમણે એક બેઠક બોલાવીને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરવી જાેઈતી હતી. મેં પહેલીવાર જાેયું છે કે વડાપ્રધાન ચૂંટણી માટે કર્ણાટક, રાજસ્થાન અને અન્ય સ્થળોની મુલાકાતે છે, પરંતુ મણિપુરની નહીં.

    રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુરમાં ભાજપની સરકાર છે. વિચારો કે જાે કોંગ્રેસ ત્યાં સત્તામાં હોત તો તેઓએ શું કહ્યું હોત. રાજેન્દ્ર સિંહ ગુડાને મંત્રી પદ પરથી હટાવવાના સવાલ પર અશોક ગેહલોતે કહ્યું કે આ અમારી પાર્ટીનો આંતરિક મામલો છે. અમે આ વિશે અમારી રીતે ચર્ચા કરીએ છીએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      હિંસા બાદ લેહમાં કડક નિયંત્રણો: કલમ 163 હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ

      September 24, 2025

      કર્ણાટક હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો: ભારતમાં X એ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે

      September 24, 2025

      US election Russian interference:ગુપ્તચર તપાસમાં રાજકીય દખલ

      July 3, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.