સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ શાળાઓને બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાઓના ઉપયોગ કરવા પર ભાર મૂકતા આ બાબતે વિચારવાનું કહ્યું છે. જાે આ ર્નિણય અમલમાં આવે છે તો તેનો સીધો ફાયદો તે વિદ્યાર્થીઓને થશે જેઓ તેમની સ્થાનિક ભાષામાં અભ્યાસ કરવા માગે છે.
શિક્ષણ મંત્રાલય અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ હેઠળ બહુવિધ ભાષાઓમાં શિક્ષણ આપવા માટે પગલાં લીધાં છે, જેના પગલે સીબીએસઈ એ તેની શાળાઓને ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા અને તેમને બહુભાષી શિક્ષણ માટે યોગ્ય બનાવવા એકબીજા સાથે સહયોગ કરવા જણાવ્યું છે.
સીબીએસઈએ શાળાઓને પ્રાથમિકથી ધોરણ ૧૨ સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવાની મંજૂરી મળી શકે છે. હાલમાં, સીબીએસઈ સાથે જાેડાયેલી મોટાભાગની શાળાઓમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે અને કેટલીક શાળાઓમાં હિન્દીમાં શિક્ષણ આપવામાં આવે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ શિક્ષણના વિવિધ સ્તરો પર શિક્ષણના માધ્યમ તરીકે ઘરની ભાષા, માતૃભાષા, સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષાના ઉપયોગની હિમાયત કરે છે. સીબીએસઈ અનુસાર, શિક્ષણ મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ને ૨૨ અનુસૂચિત ભારતીય ભાષાઓમાં નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે અને તે ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીબીએસઈ બોર્ડે એનઈપી ૨૦૨૦ નો ઉલ્લેખ કર્યો જે વિદ્યાર્થીઓ માટે બહુભાષીયતાના લાભો પર ભાર મૂકે છે.
બોર્ડે બહુભાષી સેટિંગમાં શીખવવા માટે સક્ષમ કુશળ શિક્ષકોની ઉપલબ્ધતા, બહુભાષી પાઠ્યપુસ્તકોની રચના અને મર્યાદિત સમય ઉપલબ્ધ જેવા પડકારો પર પ્રકાશ પાડ્યો છે.