trading session : ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારે વધઘટ બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસભર બજારમાં ક્યારેક લાલ તો ક્યારેક લીલામાં કારોબાર થતો જોવા મળ્યો હતો. પરંતુ બજાર બંધ થતા પહેલા વેચવાલી પરત આવવાને કારણે તે ઘટાડા સાથે બંધ થયું. BSE સેન્સેક્સ 582 પોઈન્ટના ઘટાડા સાથે 78,886 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 180 પોઈન્ટના ઘટાડા સાથે 24,117 પોઈન્ટ પર બંધ થયો હતો. આઈટી અને એનર્જી શેરોએ બજારને નીચે લઈ જવામાં ભૂમિકા ભજવી છે.
વધતા અને ઘટતા શેર
આજના ટ્રેડિંગમાં જો આપણે વધતા શેરો પર નજર કરીએ તો, MRF શેર 4.30 ટકા, Alchem Lab 3.17 ટકા, ટ્રેન્ટ 3.14 ટકા, ભારત ફોર્જ 3.08 ટકા, લ્યુપિન 2.83 ટકા, મેક્સ ફાઇનાન્શિયલ 2.08 ટકા, HDFC લાઇફ 2.03 ટકા, ICIard 2.03 ટકા વધ્યા હતા. 1.81 ટકા અને જીએમઆર એરપોર્ટ 1.76 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં પિરામન એન્ટરપ્રાઇઝ 4.31 ટકા, LTIMindtree 4.12 ટકા, શ્રી સિમેન્ટ 3.81 ટકા, નોલ્કો 3.72 ટકા, ગ્રાસિમ 3.50 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 3.40 ટકા, SAIL 2.95 ટકા, બર્જર પેઇન્ટ્સ 2.9 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
