પહેલવાન સાક્ષી મલિકે કહ્યું હતું કે, તેમણે ક્યારેય સરકાર પાસે ટ્રાયલમાં છૂટ નથી માંગી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર પહેલવાનોને એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી આપીને અમારી એકતાને તોડવાનો પ્રયત્ન કરી રહી છે.
સાક્ષીએ જણાવ્યું કે, અમે કમિટિને અમારી ટ્રાયલ્સ ૧૦ ઓગષ્ટ બાદ કરવાનો અનુરોધ કર્યો હતો કારણ કે, અમે ટ્રેનિંગ નથી લઈ શક્યા. અમને ટ્રાયલ્સ બાદમાં કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું એટલા માટે અમે વિદેશમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચ્યા હતા.
મને થોડા દિવસો પહેલા સરકાર તરફથી ફોન આવ્યો હતો કે, અમે બજરંગ અને વિનેશને સીધી એશિયાઈ ગેમ્સમાં એન્ટ્રી આપી રહ્યા છે. તમે પણ મેળ કરી દો તમને પણ ટ્રાયલથી છૂટ મળી જશે. પરંતુ મેં ઈનકાર કરી દીધો. અરજદારના વકીલે તર્ક આપ્યો કે, ફોગાટ અને પુનિયાની નિમણૂક છૂટ નીતિ પ્રમાણે નથી થઈ.
બંને ખેલાડીઓની ઉપલબ્ધિની જાણકારી રજૂ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે.