Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»વોટ્‌સએપ પર આવતા અજાણ્યા કોલ્સથી લોકો પરેશાન વોટ્‌સએપ યુઝર્સ હવે અજાણ્યા લોકોને મ્યુટ કરી શકશે
    WORLD

    વોટ્‌સએપ પર આવતા અજાણ્યા કોલ્સથી લોકો પરેશાન વોટ્‌સએપ યુઝર્સ હવે અજાણ્યા લોકોને મ્યુટ કરી શકશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વોટ્‌સએપપર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્‌સએપને જરૂરી એક્શન લેવા માટે કહેવામાં આવ્યુ. હવે લાગે છે કે મેસેજિંગ પ્લેટફોર્મે અજાણ્યા કોલ્સથી યુઝર્સને બચાવવાનો તોડ કાઢી લીધો છે. મંગળવારે વ્હોટ્‌સએપે જણાવ્યુ કે તે ૨ નવા અપડેટ લઈને આવી રહ્યુ છે. યુઝર્સ હવે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરી શકે છે. વ્હોટ્‌સએપ સેટિંગમાં જઈને આ ફીચરને ઓન કરી શકાય છે. એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્‌સએપે જણાવ્યુ કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યુ છે.
    વ્હોટ્‌સએપે જણાવ્યુ કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરવા સાથે જાેડાયેલુ ફીચર લોકોને વધુ પ્રાઈવસી અને ઈનકમિંગ કોલ્સ પર કંટ્રોલ આપશે. વ્હોટ્‌સએપનો દાવો છે કે આ ફીચર સ્પેમ, સ્કેમ અને અજાણ્યા લોકોના કોલ્સને આપમેળે બ્લોક કરી દે છે. આ કોલ્સ આવવાથી મોબાઈલની ઘંટડી વાગશે નહીં પરંતુ આ કોલ યુઝર્સની કોલ લિસ્ટમાં જાેવા મળશે કેમ કે શક્યતા છે કે આમાંથી કોઈ કોલ તમારા માટે જરૂરી હોય.
    ગેજેટ ૩૬૦ હિન્દીની ટીમે આ ફીચરને ચેક કર્યુ. અમને આ ફીચર વર્તમાન સ્ટેબલ વર્ઝનોમાં જાેવા મળ્યુ. જાે તમે આ ફીચરને ઈનેબલ કરો છો તો તમે અજાણ્યા નંબરોથી આવતા કોલ્સથી પરેશાન નહીં થાવ જાેકે એપ અને નોટિફિકેશન એરિયામાં કોલ જાેવા મળશે. આનો અર્થ એ છે કે જાે કોઈ અજાણ્યા કોલ જરૂર હોય તો યુઝર્સ તેને પિક કરી શકે.
    આ રીતે અજાણ્યા કોલ્સને મ્યૂટ કરી શકાશે
    જાે તમે એક એન્ડ્રોયડ સ્માર્ટફોન યુઝર છો અને પોતાના ફોનમાં આ ફીચરને ઈનેબલ કરવા ઈચ્છો છો, તો આ સ્ટેપ ફોલો કરો.
    વ્હોટ્‌સએપમાં સૌથી ઉપર જાેવા મળી રહેલા ૩ ડોટ્‌સ પર ક્લિક કરો.
    એક નાની વિન્ડો ખુલશે, જ્યાં સૌથી નીચે સેટિગનું ઓપ્શન હશે, તેની પર ક્લિક કરો.
    સેટિંગમાં ક્લિક કર્યા બાદ તમારે પ્રાઈવસી ફીચર પર ક્લિક કરવાનું છે.
    સ્ક્રોલ કરો અને નીચેની તરફ કોલ્સ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને સાઈલન્સ અનનોન કોલર્સનું ઓપ્શન મળશે, આને ઈનેબલ કરી દો.
    આ સિવાય વ્હોટ્‌સએપે કહ્યુ છે કે તેઓ તમામ લોકો સુધી સુરક્ષા ઉપાયોની જાણકારી પહોંચાડવાના હેતુથી પ્રાઈવસી ચેકઅપ નામનું વધુ એક ફીચર લોન્ચ કરી રહ્યુ છે. હવે લોકો એકબીજાને વોટ્‌સએપપર ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો વિશે જણાવી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Donald Trump: પેન્ટાગોનનું નામ બદલવા અંગે ટ્રમ્પનો દલીલ

    August 26, 2025

    India Post: અમેરિકાના ટેરિફ ફેરફારોથી ભારતીય ટપાલ સેવાઓ પર બ્રેક લાગી

    August 23, 2025

    Trump’s policy: અમેરિકા અને રશિયા વચ્ચે વધતો વેપાર: ટ્રમ્પની નીતિ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે!

    August 16, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.