Service sector: જૂનની સરખામણીમાં જુલાઈમાં ભારતનો સર્વિસ સેક્ટરનો વિકાસ થોડો ધીમો પડ્યો હતો. આ માહિતી માસિક સર્વેમાં આપવામાં આવી છે. સીઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ જુલાઈમાં 60.3 પર હતો જે જૂનમાં 60.5 હતો. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ની ભાષામાં, 50થી ઉપરનો સ્કોર એટલે પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને 50થી નીચેનો સ્કોર એટલે સંકોચન.
HSBC ચીફ ઇકોનોમિસ્ટ (ભારત) પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, “જુલાઇમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ થોડી ધીમી ગતિએ વધી હતી, જેમાં નવા બિઝનેસમાં વધુ વધારો થયો હતો, મુખ્યત્વે સ્થાનિક માંગને કારણે. સર્વિસ કંપનીઓ આગામી વર્ષ વિશે આશાવાદી છે.” સપ્ટેમ્બર 2014માં સર્વેક્ષણની શરૂઆત પછીથી આ ત્રીજી સૌથી ઝડપી વૃદ્ધિ છે, જે સમગ્ર વિશ્વમાં ભારતીય સેવાઓની માંગમાં વધારો થવાને કારણે છે.
ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, ચીન, જાપાન, સિંગાપોર, નેધરલેન્ડ અને અમેરિકામાંથી નિકાસ કરાર માટેની મુખ્ય માંગ આવી હતી. સાનુકૂળ આર્થિક સ્થિતિ અને આઉટપુટ અંગે આશાવાદી અપેક્ષાઓએ સર્વિસ કંપનીઓમાં ભરતીમાં વધારો કર્યો, એમ સર્વેમાં જણાવાયું છે. દરમિયાન, HSBC ઇન્ડિયા કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ જુલાઇમાં 60.7 હતો, જે જૂનમાં 60.9 હતો. લગભગ 400 સેવા ક્ષેત્રની કંપનીઓને મોકલવામાં આવેલા પ્રશ્નાવલિના જવાબોના આધારે S&P ગ્લોબલ દ્વારા HSBC India Bharat Services PMI તૈયાર કરવામાં આવી છે.