Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»કેનેડાની ખુલ્લી ઓફર ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી
    WORLD

    કેનેડાની ખુલ્લી ઓફર ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. આવામાં કેનેડાની સરકારે એચ-૧ બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી. ત્યારે અમેરિકામાં રહેતા એચ-૧ બી વિઝાધારકોની કેનેડામાં વર્ક પરમિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. ટેકનો કંપનીઓની છટણીનો ભોગ બનેલા આઈટી પ્રોફેશનલ્સે મોટી સંખ્યામાં અરજી કરી છે. જાેકે, હવે સ્થિતિ એવી છે કે, ૧૦ હજારની સંખ્યા થતા સરકારે આ સ્કીમ બંધ કરી છે. જેને કારણે ભારતીયોના કેનેડા સેટલ્સ થવાના અરમાન માટીમાં મળ્યાં છે.

    હાલ અમેરિકામાં સ્થિતિ બહુ જ ખરાબ છે. અમેરિકામાં મોટાપાયે છટણી થઈ રહી છે. ખાસ કરીને આઈટી કંપનીઓમાં છટણી થઈ રહી છે. જેમાં મોટાપાયે ભારતીયો શિકાર બની રહ્યાં છે. આઈટી કંપનીઓમાં છુટા થયેલા ભારતીયોએ નોકરીઓ ગુમાવી છે. તેથી હવે તેઓ બીજી નોકરી શોધી રહ્યાં છે. આથી કેનેડ સરકાર મદદે આવી હતી. કેનેડા સરકારે એચ-૧ બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી. પરંતુ કેનેડા સરકારની એક ઓફર પર ભારતીયોઓએ પડાપડી કરી હતી. અમેરિકામાં નોકરી ગુમાવી ચૂકેલા ભારતીયોએ મોટાપાયે અરજી કરી હતી. એચ-૧ બી વિઝાધારકોએ કેનેડામાં અરજી કરવા પડાપડી કરી છે. શરૂઆતમાં ૧૦ હજાર અરજી સ્વીકારવાનો લક્ષ્યાંક કેનેડાની સરકારે રાખ્યો હતો. પરંતુ અરજી માટે પડાપડી થતા જ કેનેડાની ઈમિગ્રેશન એજન્સીએ સ્કીમ હાલ પૂરતી બંધ કરવાની જાહેરાત કરી છે. કેનેડિયન સરકારનું કહેવુ છે કે, સ્કીમ શરૂ કરવાના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં અરજી કરી હતી. અરજીઓ વધી જતા કેનેડા સરકારે સ્કીમ બંધ કરી છે

    .
    જાેકે, સ્કીમ બંધ કર્યા બાદ કેનેડા સરકારે એમ પણ જણાવ્યું કે, અમને મોટી સંખ્યામાં અરજી મળી હતી. નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદા એક જ દિવસમાં પૂરી થઈ જતા સ્કીમ હાલ પૂરતી બંધ કરાઈ છે. કદાચ ભવિષ્યમાં ફરીથી એન્ટ્રી કરવામાં આવી શકે છે. કેનેડાની વિઝા સ્કીમમાં વર્ક પરમિટ મેળવનારા વિઝાધારકના પરિવારના સભ્યોને પણ સ્ટડી કે વર્ક વિઝા આપવાની જાેગવાઈ હોવાથી તેને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે. આ વિઝા મેળવનારને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળશે. જેની સમય મર્યાદા વધારવાની પણ સુવિધા આપવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.