Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અલગ-અલગ ફ્લોર પર રહે છે ઃ કંગના કંગનાએ રણબીર-આલિયા ભટ્ટના લગ્નને જણાવ્યા નકલી
    Entertainment

    અલગ-અલગ ફ્લોર પર રહે છે ઃ કંગના કંગનાએ રણબીર-આલિયા ભટ્ટના લગ્નને જણાવ્યા નકલી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ નામ લીધા વિના એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. તેમજ કંગનાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને ‘નકલી’ જણાવ્યા છે. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેણે એવો દાવો કર્યો છે કે તાજેતરની ફેમિલી ટ્રીપ દરમિયાન તે તેની પત્ની અને બાળકને લઈ ગયો ન હતો. પતિએ કંગનાને મેસેજ કરીને મળવાની વિનંતી કરી. હવે ફેન્સ કહે છે કે કંગનાએ રણબીર અને આલિયા પર માત્ર એટલા માટે શાબ્દિક હુમલો કર્યો કારણ કે રણબીર લંડનમાં માતાના જન્મદિવસની ઉજવણી માટે મમ્મી નીતુ કપૂર અને પરિવાર સાથે જાેડાયો હતો, જ્યારે આલિયા અને તેની પુત્રી રાહા અહીં ભારતમાં હતા.

    કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નકલી પતિ-પત્નીની જાેડી, જેઓ ઘરમાં અલગ-અલગ ફ્લોર પર રહે છે અને ફિલ્મની જાહેરાત માટે કપલ હોવાનો ઢોંગ કરે છે, તેઓ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં પત્ની અને પુત્રીને પણ ફેમિલી ટ્રીપમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ બોગસ કપલનો પર્દાફાશ કરવાની જરૂર છે. આવું ત્યારે થાય છે જ્યારે આપણે પ્રેમ માટે નહીં, પરંતુ પૈસા અને કામ માટે લગ્ન કરીએ છીએ. માફિયા ડેડીના દબાણ હેઠળ પાપાની પરી સાથે લગ્ન કર્યા અને બદલામાં ફિલ્મ ટ્રાયોલોજીનું વચન આપ્યું. હવે આ નકલી લગ્નથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ત્યાં કોઈ ખરીદનાર નથી. તેણે તેની પત્ની અને પુત્રી પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. આ ભારત છે, અહીં એકવાર લગ્ન થઈ ગયા તો થઈ ગયા.

    હવે તો સુધરી જાઓ.
    બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની ઘણા સમયથી રાહ જાેવાઈ રહેલી અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક અને ટીઝર આખરે સામે આવ્યું છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના લૂકમાં જાેવા મળી. આ ફિલ્મ તે વિષય પર આધારિત છે જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરાઈ હતી. તે સમયે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. ૧૯૭૫માં ઈમરજન્સીની જાહેરાત કરાઈ હતી. ૨૧ મહિના સુધી દેશ પર ઈમરજન્સી લાગુ હતી. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના એક સૌથી મોટા ર્નિણય ઓપરેશન બ્લૂ સ્ટારનો પણ ઉલ્લેખ હશે. કંગનાએ ‘ઈમરજન્સી’માં ઈન્દિરા ગાંધી જેવા દેખાવા માટે ઘણી મહેનત કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.