Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»વિદેશમાં ખાલિસ્તાની આતંકીઓની એક પછી એક હત્યા યુએસમાં રહેતો આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુ ત્રણ દિવસથી ગાયબ
    WORLD

    વિદેશમાં ખાલિસ્તાની આતંકીઓની એક પછી એક હત્યા યુએસમાં રહેતો આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુ ત્રણ દિવસથી ગાયબ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ખાલિસ્તાની આતંકીઓની એક પછી એક થઈ રહેલી હત્યાઓ વચ્ચે અમેરિકામાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી અને સિખ ફોર જસ્ટિસ સંગઠન ચલાવતો ગુરૂપતવંત સિંહ પન્નુ ત્રણ દિવસથી ગાયબ થઈ જતા તરેહ તરેહની અટકલો થઈ રહી છે.
    તાજેતરમાં જ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નજ્જરની કેનેડામાં થયેલી હત્યા બાદ વિદેશોમાં રહીને ભારત સામે ઝેર ઓકી રહેલા ખાલિસ્તાનીઓમાં ભયનો માહોલ છે.
    આ સંજાેગોમાં અમેરિકામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહ કરાવવા માટેનુ અભિયાન ચલાવતો પન્નુ ગાયબ થઈ ગયો છે. પન્નુ અને નિજ્જર એક સાથે કામ કરી રહ્યા હતા. નિજ્જરે ૨૦૧૯માં પન્નુ સાથે હાથ મિલાવી લીધો હતો અને નિજ્જરે પન્નુના કહેવા પર કેનેડામાં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહનુ કામ શરૂ કર્યુ હતુ. નિજજરના મોત બાદ પન્નુએ પોતાનો પ્રચાર બંધ કરી દીધો છે. તેણે નિજ્જરના મોતનો વિરોધ કરતુ કોઈ નિવેદન પણ આપ્યુ નથી. બ્રિટનમાં અવતારસિંહ ખાંડાના રહસ્યમય મોત બાદ પણ પન્નુએ મૌન સેવી લીધુ હતુ.
    ભારત સરકારે પન્નુને આતંકી જાહેર કરેલો છે. પન્નુએ પીએમ મોદીને ગત એપ્રિલમાં મારી નાંખવાની ધમકી આપી હતી. જાેકે હવે ડરી ગયેલો પન્નુ પોતે જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Pakistan Earthquake: પાકિસ્તાનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપના આંચકા અનુભવાયા

    May 12, 2025

    Donald Trump On Kashmir: ભારતના એતરાજ પછી ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ બદલ્યો અભિગમ, કશ્મીર અંગે કરી નવી ટિપ્પણી

    May 12, 2025

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.