રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર પોલીસ કમિશનરના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે. અગાઉ બહાર પડેલા જાહેરનામામાં સવારે ૮ થી રાત્રે ૯ સુધી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત સ્કૂલ, કોલેજની બસોને ૨૪ કલાક મુક્તિ આપવામાં આવી છે.
ઇન્ડસ્ટ્રીયલ બસ અને લક્ઝરી બસોને બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી છે.
રાજકોટના આ ૧૫૦ ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને પ્રતિબંધ લગાવવામાં આવતા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે ધારાસભ્ય સ્ઁ સહિતના લોકોને રજૂઆત કરાઇ હતી. જાેકે આ બાદ વિરોધ અને રજૂઆતને પગલે સીપી દ્વારા જાહેરનામા અંતર્ગત છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે લક્ઝરી બસોને બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટે છુટ આપવામાં આવી છે.